સુરત:સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા પાટીચાલ નજીક સુરત મહાનગર પાલિકાના શૌચાલયમાંથી મૃત હાલતમાં એક નવજાત બાળક મળી આવ્યું હતું. જે અંગે શૌચાલયના કર્મચારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે લેડીઝ ટોયલેટમાં એક નવજાત બાળક ફસાઈ ગયું છે. જેને સફાઈ કર્મચારી દ્વારા અંદરથી કાઢવામાં આવ્યું હતું.
બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા: આ કેસમાં પોલીસે સીસીટીવીના આધારે પ્રેમી યુગલની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે 19 વર્ષીય સંગીતા યાદવ અને 22 વર્ષોય અશોકકુમાર વર્માની ધરપકડ કરી છે. બંને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને વરાછા વિસ્તારના પાટી ચાલમાં એક જ મકાનમાં રહે છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા અને આરોપી યુવતીને ગર્ભ રહી જતા ને ત્યારબાદ મિસકરેજ થતા તેઓએ મૃત નવજાત બાળકને મનપાના લેડીઝ ટોયલેટમાં મૂકીને નાસી ગયા હતા.
આ પણ વાંચોRJ News : ટ્રેનમાં વિદેશી મહિલાની છેડતી, રેલવે પ્રધાનને ટ્વીટ કરીને કોચ એટેન્ડન્ટ પર લગાવ્યો આરોપ, બાદમાં કહ્યું થઈ ગેરસમજ
પ્રેમીયુગલની ધરપકડ:વરાછા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અલ્પેશ ગાભાણીએ જણાવ્યું હતું કે, પાલિકા શૌચાલયના કાઉન્ટર પર કામ કરતા બદરી શાહ અયોધ્યા પ્રસાદ એ પોલીસને જણાવ્યું હતું કે, તેમના સફાઈ કામદારે તેમને કહ્યું હતું કે મહિલા ટોયલેટમાં કશું ફસાઈ ગયું છે. જ્યારે સફાઈ કર્મચારીએ ટોયલેટ સાફ કરતા અંદરથી એક મૃત નવજાત બાળક મળી આવ્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. પોલીસે ત્યારબાદ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને પાલિકાના શૌચાલય નજીક આવેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા પ્રેમીયુગલની આ મામલે ધરપકડ કરી છે.
આ પણ વાંચોMurder Case : એક તરફી પ્રેમમાં આંધળા પ્રેમીએ યુવતીને ગોળી મારીને કરી હત્યા
આ પણ વાંચોkilled and raped in Hassan : હાસનમાં 85 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું