ગુજરાત

gujarat

Surat Crime: પાલિકાના શૌચાલયમાંથી તાજું જન્મેલું બાળક મૃત મળી આવ્યું, પોલીસે ફરિયાદ નોધી

By

Published : Apr 4, 2023, 4:17 PM IST

સુરતમાં પાલિકાના શૌચાલયમાંથી તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું છે. સુરત શહેરના વરાછા ખાતે આવેલા આંબાવાડી પાટી ચાલ ઝુપડપટ્ટી નજીક આવેલા પાલિકા સંચાલિત શૌચાલયમાંથી મળી આવ્યું છે. વરાછા પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ કરી હતી. બાળકના મૃત દેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પાલિકાના શૌચાલયમાંથી તાજા જન્મેલું બાળક મૃત મળી આવતા પોલીસે ફરિયાદ નોધી
પાલિકાના શૌચાલયમાંથી તાજા જન્મેલું બાળક મૃત મળી આવતા પોલીસે ફરિયાદ નોધી

સુરત: ગુજરાતમાં ક્રાઇમના દરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ તેની સાથે અમદાવાદ અને સુરતમાં તો ખાસ ક્રાઇમના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અવાર-નવાર તાજું જન્મેલું બાળક મળી આવે છે. તેની પાછળ કારણો અલગ અલગ જોવા મળશે.પરંતુ તાજું જન્મેલું બાળકને તરછોડવાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફરી વાર સુરતમાં એવો જ બનાવ સામે આવ્યો છે. સુરત શહેરના વરાછા આંબાવાડી પાટી ચાલ નજીક આવેલા પાલિકાના શૌચાલયમાંથી તાજું જન્મેલું બાળક મૃત મળી આવ્યું છે.

પોલીસે ફરિયાદ નોધી: મહાનગરપાલિકાના શૌચાલયમાંથી તાજુ જન્મેલું બાળક મૃત અવસ્થામાં મળી આવતા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે. સુરત શહેરના વરાછા આંબાવાડી પાટી ચાલ નજીક આવેલા પાલિકાના શૌચાલયમાંથી તાજું જન્મેલું બાળક મૃત મળી આવતા લોકો પણ એકત્ર થઈ ગયા હતા. સુરત શહેરમાં અગાઉ પણ નવજાત બાળક અને ભૃણ ત્યાગી દેવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. સુરત શહેરના વરાછા ખાતે આવેલા આંબાવાડી પાટી ચાલ ઝુપડપટ્ટી નજીક આવેલા પાલિકા સંચાલિત શૌચાલયમાંથી એક મૃત નવજાત બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો Surat News : સુરતમાં દોઢ વર્ષના બાળક ઉપર વજનદાર દરવાજો પડતા થયું મોત

ફરિયાદ મુજબ તપાસ:અંગે વરાછા પોલીસ મથકના પીએસઓ દિનેશભાઈ એ જણાવ્યું હતું કે શૌચાલયના કાઉન્ટરનું કામકાજ કરનાર ભદરી શાહે લખાયેલી ફરિયાદ મુજબ તપાસ ચાલુ છે. પાલિકાના શૌચાલય નજીક લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે. અજાણ્યા માતા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ગોડાદરામાં બનેલી ઘટના ચિંતાનો વિષયસુરત શહેરમાં અગાઉ પણ અનેકવાર આવી ઘટના બની છે. જનેતાએ ભૃણ અથવા તો નવજાત શિશુને ત્યજી દીધું છે અને તેમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ખાસ કરીને થોડા દિવસ પહેલા ગોડાદરામાં બનેલી ઘટના ચિંતા નો વિષય છે. કારણ કે રસ્તા પર માતાએ ભ્રૂણને ત્યજી નાસી જાય છે. આ કેસમાં પણ આજ દિન સુધી આરોપી માતાની ધરપકડ થઈ નથી. સીસીટીવી ફૂટેજ હોવા છતાં માતા પોલીસના પકડમાંથી દૂર છે.

આ પણ વાંચો Surat News : રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જતા મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકરોની અહીં થઇ ગઇ અટકાયત

બૂમાબૂમ કરવા લાગ્યો: મનપા સંચાલિત શૌચાલયમાં કાઉન્ટરનું કામકાજ કરનાર ભદરી શાહ, અયોધ્યા પ્રસાદ શાહ કરે છે. સફાઇ કર્મચારીએ જણાવ્યું હતું કે જ્યારે તે ટોયલેટને સાફ સફાઈ કરવા માટે આવ્યો ત્યારે મહિલાઓના ટોયલેટ સફાઈ કરી રહ્યો હતો. તે દરમિયાન એક નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. બાળકને જોઈ સફાઈ કર્મચારી બૂમાબૂમ કરવા લાગ્યો હતો. ભદરી શાહએ આ સમગ્ર મામલે વરાછા પોલીસને જાણ કરી હતી. વરાછા પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ કરી હતી.બાળકના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details