શહેરમાં આવેલા કડોદરા પલસાણા રોડ પર જીતુ પાટીલ નામનો યુવાન ગત મોડી રાત્રે ઘરે જઈ રહ્યો હતો. આ સમય દરમિયાન ચાર પોલીસ વાઈટ કારમાં આવ્યા હતા. તેઓ દ્વારા આ યુવાનને માર મારવામાં આવ્યો હતો. તે દરમિયાન તેના આંખ પર ઈજા પહોંચી હતી. આ ઈજાને કારણે જીતુએ એક આંખ ગુમાવી છે. આ ચારેય પોલીસ કર્મચારીઓ કડોદરા GIDCમાં ફરજ બજાવે છે.
સુરતમાં રક્ષક બન્યા ભક્ષક, પોલીસ કર્મીઓએ યુવાનને માર્યો માર - gujaratinews
સુરત : હાલમાં ગુજરાત પોલીસનો બદસુરત ચહેરો સામે આવ્યો છે. શહેરમાં આવેલા કડોદરા પલસાણા રોડ પર ગત મોડી રાત્રે યુવાનની આંખ ફોડી નાખવાની ઘટના સામે આવી છે.
સુરતમાં રક્ષક બન્યા ભક્ષક, પોલીસ કર્મીઓએ યુવાનને માર્યો માર
હાલ જીતુ પાટીલ સુરતમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેણે આક્ષેપ કર્યો છે કે, અલતાફ નામના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેને વધુ માર મારવામાં આવ્યો હતો. જીતુ પાટીલ એ વિધવા માતાનો એકનો એક પુત્ર છે. આ ઘટનાને લઈને જીતુ પાટીલના પરિવાર દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે.