ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં પોલીસ કર્મચારી 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો - સુરત ન્યૂઝ

સુરત: જિલ્લામાં સચીન GIDC પોલીસ મથકમાં નવસારી ACBએ સફળ ટ્રેપ ગોઠવી બે પૈકીના એક પોલીસ કર્મચારીને રૂપિયા 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો છે. લાંચમાં ઝડપાયેલા પોલીસ કર્મચારીનો કબ્જો સુરત ACBને સોંપવામાં આવ્યો છે. સુરત ACBએ વધુ તપાસ હાથ ધરી છે. વાહનોની લે-વેચ કરતા યુવકે પોલીસ મથકમાં અરજી કરી હતી. અરજીના અનુસંધાને બને પોલીસ કર્મચારીએ સમાધાન કરાવી 20 હજારની લાંચ માંગી હતી. જે પેટે પાંચ હજાર અગાઉ આપી દેવામાં આવ્યા હતા.

પોલીસ કર્મચારી 15 હજારની લાંચ

By

Published : Nov 19, 2019, 7:49 PM IST

સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં રફિકભાઈ મુસાભાઈ શેખ વિરુદ્ધ ફરિયાદી દ્વારા અરજી કરવામાં આવી હતી. અરજી પ્રમાણે ફરિયાદી અને રફીકભાઈ વચ્ચે વાહનની લોન ક્લોઝ કરાવી આપવા રૂપિયાની લેતી-દેતીનો મામલો ચાલી આવ્યો હતો. જ્યાં સચિન પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા હિમ્મત પુનિયભાઈ વસાવા અને લોક રક્ષકદળ બિપિન નાથાલાલ ઝલરીયાએ સમાધાન કરાવી રૂપિયા 20 હજારની લાંચ ફરિયાદી પાસે માંગી હતી. અગાઉ 5 હાજર આપી દેવામાં આવ્યા હતા.

સુરતમાં પોલીસ કર્મચારી 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

આ બંને પોલીસ કર્મચારીઓ બાકી નીકળતા પંદર હજારની ઉઘરાણી શરૂ કરતા ફરિયાદી દ્વારા નવસારી ACBમાં સંપર્ક કરી ફરિયાદ આપવામાં આવી હતી. નવસારી ACBની ટીમે સચિન GIDC પોલીસ મથકમાં ટ્રેપ ગોઠવી ASI હિમતભાઈ પુનિયાભાઈ વસાવાને 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે ACBની ભણક લાગી જતા લોકરક્ષક દળ જવાન બિપિન નાથાલાલ ઝલરીયા પોલીસ મથક છોડી ભાગી છૂટ્યો હતો. ACBએ હિમ્મતભાઈ વસાવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને ફરાર આરોપીને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.

મહત્વનું છે કે, વાહનની લોન ક્લોઝ કરી આપવાના બહાને ફરિયાદી પાસેથી રફીક શેખ દ્વારા દોઢ લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. છતાં લોન કલોઝ ન કરાવી આપી હતી. જેથી સચિન GIDC પોલીસ મથકમાં અરજી કરતા સમાધન કરાવી આરોપીઓએ 20 હજારની લાંચ માંગી હતી. જ્યાં લાંચની રકમ સ્વીકારતા આરોપીઓ નવસારી ACBના છટકામાં આવી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details