ગુજરાત

gujarat

ETV Bharat / state

કિશોરને પોલીસકર્મી દ્વારા બેરહમીપૂર્વક ફટકારવામાં આવ્યો

સુરત પાંડેસરા વિસ્તારમાં લોકડાઉન દરમ્યાન ઘરની બહાર નીકળેલા કિશોરને પોલીસકર્મી દ્વારા બેરહમીપૂર્વક ઢોરમાર મારવામાં આવ્યો છે. જેનો વીડિયો હાલ સોશ્યિલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

સુરત પાંડેસરા
સુરત પાંડેસરા

By

Published : Apr 20, 2020, 4:40 PM IST

સુરત : શહેરના સપ્તશૃંગી માતાના મંદિર નજીક એક કિશોરને દંડાથી બેરહમીપૂર્વક ઢોરમાર ફટકારવામાં આવ્યો છે. જેનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસકર્મી સાત થી આઠ વાર ડંડા મારે છે. ત્યારબાદ પોલીસકર્મીએ કિશોરના વાળ ખેંચી દંડા માર્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર કિશોર બિનજરૂરી રીતે બહાર નીકળ્યો હોવાના કારણે ફટકાર્યો હોવાની માહિતી હાલ મળી રહી છે. માસ્ક ન પહેર્યો હોવાથી તેને મારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યુ છે.

પોલીસ દ્વારા આ પ્રમાણે કિશોરને ફટકારતા લોકોમાં પણ રોષ છે. જો લોકડાઉનનો ભંગ કર્યો હોય તો કાયદાકીય કાર્યવાહીની જરૂરુ હતી. પરંતુ ઢોરમાર મારતા કિશોરને ફટકરવામાં આવ્યો. વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ABOUT THE AUTHOR

...view details