સુરત : શહેરમાં સવારે એક અજાણ્યા યુવકની મૃતદેહ મળી આવતા સનસનાટી (Surat suicide case) ફેલાઈ ગઈ છે. સચિન GIDC વિસ્તારમાં આજે સવારે એક અજાણ્યા યુવકની વૃક્ષ સાથે ગળેફાંસો હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. લોકોને જાણ થતાં ધીરે ધીરે લોકોની ભીડ જામી ગઈ હતી. જોકે ઘટનાની જાણ થતાં સચિન GIDC પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ તાપસ હાથ ધરી હતી. (suicide case in Sachin GIDC)
સચિન GIDCમાં અજાણ્યા યુવકો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા વળ્યા - dead body with tree in Sachin GIDC
સુરત શહેરમાં સવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી (Surat suicide case) આવતા લોકોના ટોળા જામી ગયા હતા. ઘટનાની જાણ પોલીસે થતાં કાફલો ઘટના સ્થળે પહોંચી આગળ તપાસ હાથ ધરી હતી. (suicide case in Sachin GIDC)
શું હતો સમગ્ર મામલો સુરત શહેરના સચિન GIDC પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સચિન તલંગપુર રોડ પર આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે પાલિગામના ખુલ્લા મેદાનમાં અજાણ્યા યુવકની વૃક્ષમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા લોકોની ભીડ જામી હતી. મળતી માહિતી મુજબપોલીસને મૃતક પાસેથી કોઈ ઓખળ પુરાવા મળી આવ્યા નથી. હાલ પોલીસે મૃતકનો બોડી કબ્જે કરી મૃત્યુનું સાચું કારણ જાણવા માટે સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણવા મળશે. હાલ તો પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી મૃતકના ઓળખ માટે આગળ તપાસ હાથ ધરી છે. (dead body with tree in Sachin GIDC)
મૃતદેહને લઈને ઊભા થયા અનેક સવાલો યુવકોનો વૃક્ષ સાથે લટકતી હાલતમાં મૃતદેહ (Surat Crime News) મળી આવતા હાલ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, ત્યારે યુવકની હત્યા કરવામાં આવી છે કે, પછી આત્મહત્યા કરી છે. આ તમામ બાબતે હાલ પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ તેમજ CCTVના આધારે તપાસ કરી રહી છે. તે ઉપરાંત પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી મૃતકના ઓળખ માટે આગળ તપાસ હાથ ધરી છે. (Body found with tree in Surat)