જૂનાગઢ : ગઈકાલે ગાંધી ચોક નજીક શંકાસ્પદ હાલતમાં એક યુવાન અને એક આધેડ વયની વ્યક્તિનું મૃત્યુ (Two persons death in Junagadh) થયાના સમાચાર વહેતા થયા હતા. આ બંને વ્યક્તિના મૃત્યુ ઝેરી દારૂ પીવાને કારણે થયા હોવાની વાત શહેરમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અધિક પોલીસ મહાનિર્દેશક રાજકુમાર પાંડીયને સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી હતી. આ બંને મૃત્યુ કોઈ ઝેરી દારૂ પીવાથી નહીં, પરંતુ કોઈ જેવી પદાર્થ ખાવાને કારણે થયા હોવાનું વિગતો પોસ્ટમોર્ટમમાં સામે આવી છે. (poison drinking poison Death in Junagadh)
દારૂ પીવાથી બે લોકોના મૃત્યુના સમાચાર વાયુવેગે ફેલાયા! પોલીસે આપ્યો ચોંકવનારો ખુલાસો - Two persons death in Junagadh
જૂનાગઢમાં બે વ્યક્તિના મૃત્યુના સમાચાર વાયુવેગે (Two persons death in Junagadh) ફેલાતા તંત્ર દોડતું થયું હતું. સમાચાર હતા કે, આ બંનેનું મૃત્યુ ઝેરી દવા પીવાના કારણે થયું હતું, પરતું તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. (poison drinking poison Death in Junagadh)
બે વ્યક્તિના મૃત્યુ જૂનાગઢના ગાંધી ચોક વિસ્તારમાં મૃત્યુના સમાચાર સામે આવતા પોલીસ વિભાગ દ્વારા તાબડતોબ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક રાજકુમાર પાંડીયને સમગ્ર મામલામાં જૂનાગઢ પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં બંને વ્યક્તિ કોઈ ઝેરી પ્રવાહી પીવાને કારણે મૃત્યુ થયા હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં (alcohol drinking Death in Junagadh) બહાર આવ્યું છે. બંને વ્યક્તિના મૃતદેહો જૂનાગઢ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા, ત્યારે શહેરમાં વાયુવેગે આપવા અફવા ફેલાઈ હતી. જે બંનેના મૃત્યુ ઝેરી પ્રવાહી પીવાને કારણે થયા છે. જેને કારણે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. (Junagadh Crime News)
ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં બંને વ્યક્તિના મૃત્યુ ઝેરી પદાર્થ મેળવેલા કોઈ પ્રવાહી પીવાથી થયું હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે મૃતક બંને વ્યક્તિના મૃતદેહોના સેમ્પલ વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલના પ્રાથમિક રિપોર્ટ અનુસાર બંને વ્યક્તિના મૃત્યુ કોઈ ઝેરી પદાર્થ કે રસાયણ ખાવાને કારણે થયા હોવાનું બહાર આવ્યું છે. પરંતુ, મામલો રાજકીય રીતે ખૂબ ગરમાઈ રહ્યો છે, ત્યારે પોલીસે પણ મૃતક વ્યક્તિના નમૂનાને વધુ પૃથ્થકરણ માટે મોકલ્યા છે. મેડિકલ રિપોર્ટમાં બંને વ્યક્તિઓ મૃત્યુને ભેટ્યા ત્યારે દારૂ પીધેલી હાલતમાં જોવા મળતા હતા. પરંતુ તેનું મોત ઝેરી દારૂ પીવાને કારણે નહીં થયું હોવાનું અધિક પોલીસ મહાનિર્દેશક રાજકુમાર પાંડીયને મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો. (Two people Death in Gandhi Chowk)