સુરત: કોરોના વાઇરસના પગલે ભારતભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે. લોક ડાઉન હોવા છતાં કેટલાક લોકો કઇકને કઈક બહાના હેઠળ ઘરોની બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. જ્યાં આવા લોકો સામે સુરત પોલીસે શિક્ષાત્મક પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
કોરોના વાઇરસના કહેર બાદ સાવચેતી અને તકેદારીના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુ છે. લોકડાઉનનું ચુસ્ત રિતે અમલ કરાવવાની જવાબદારી પોલીસને જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવી છે. જેના પગલે સુરતમાં લોકડાઉનનો ભંગ કરનારા લોકો સામે સુરત પોલીસે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે.
સુરતમાં જાહેરનામાનો ભંગ કરનારા લોકોને પોલીસે કરાવી ઉઠક બેઠક કરાવી
કોરોના વાઇરસના પગલે ભારતભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે. લોકડાઉન હોવા છતાં કેટલાક લોકો કઇકને કઈક બહાના હેઠળ ઘરોની બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરી રહ્યાં છે.
જાહેરનામાનો ભંગ કરનારા લોકોને પોલીસે કરાવી ઉઠક - બેઠક
લોકડાઉનના ત્રીજા દિવસે લોકો હેમખેમ બહાના બનાવી બહાર નીકળી રહ્યા છે, ત્યારે આવા લોકો સામે શહેર પોલીસ દ્વારા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
બિનજરૂરી રીતે ઘરોની બહાર નીકળતા લોકોને પોલીસ ઉઠક-બેઠક કરાવી રહી છે. જયારે વાહનો લઈ નીકળતા લોકોને દંડ ફટકારવાની સાથે વાહનો પણ ડિટેઇન કરવામાં આવી રહ્યાં છે.