સુરતમાં 31મી ડિસેમ્બર પહેલા પોલીસે એક મોટી દારૂ પાર્ટી પકડી પાડી - Peopalod area of Surat
સુરતઃ શહેરમાં 31મી ડિસેમ્બર પહેલા પોલીસે એક મોટી દારૂની પાર્ટી પકડી પાડી છે. પોલીસે 14 લોકો પીધેલી હાલતમાં પકડાય અને ઉપરાંત પોલીસે દારૂની 31 બોટલ કબજે કરી છે. આ મામલે ઝડપાયેલા તમામ લોકોનું પોલીસે રાત્રે જ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું.
સુરતના પીપલોદ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના પાર્કિગમાં દારૂની પાર્ટી ચાલતી હતી. જેમાં શૈલેષ ઉર્ફે બન્ટી પરદેશીના દીકરાના જન્મ દિવસ નિમિત્તે પાર્ટી રાખવામાં આવી હતી. ત્યારે ઉમરા પોલીસને બાતમીને આધારે દારૂની પાર્ટી પર ત્રાટકી હતી. પોલીસે પાર્ટી પર દરોડાં કરીને 14 લોકોને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતાં. સાથે જ 31 બોટલ દારૂ પણ ઝડપી પાડ્યો હતો. નવાઈની વાત એ છે કે, સામે 31 ફર્સ્ટ આવી રહી છે અને આવા દિવસોમાં દારૂની મહેફિલ સુરતમાં પકડાતી હોય છે. હાલમાં તો પોલીસે તમામ લોકોને પકડી પાડી વધુ તપાસ હાથધરી છે પણ વાત એ છે કે, આ લોકો આટલી મોટા પ્રમાણમાં દારૂ ક્યાંથી લાવ્યા અને કોના મારફતે લાવ્યા તે તપાસનો વિષય છે.