ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: કામરેજમાં પોલીસ જવાન પર હુમલો, સરકારી પોલીસ વાહનમાં તોડફોડ કરી - Surat

સુરતના કામરેજ તાલુકાના નનસાડ રોડ પર બે શખ્સોએ પોલીસના સરકારી વાહનને આંતરી પોલીસ જવાનને માર માર્યો હતો. બાદમાં સરકારી પોલીસ વાહનમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો દાખલ કરી એકની અટકાયત કરી છે.

સરકારી પોલીસ વાહનમાં તોડફોડ કરી
સરકારી પોલીસ વાહનમાં તોડફોડ કરી

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2023, 9:15 PM IST

કામરેજમાં પોલીસ જવાન પર હુમલો

સુરત: નનસાડ રોડ પર પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહને ફાળવવામાં આવેલ સરકારી વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો.

સરકારી પોલીસ વાહનમાં તોડફોડ કરી

સરકારી વાહનની તોડફોડ: મોડી રાત્રે સરકારી વાહનનો ચાલક કામરેજના નનસાડ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. દરમ્યાન આગળ એક બાઇક પર સવાર 2 શખ્સો રોડ વચ્ચે ગમેતેમ બાઇક હંકારી રહ્યા હતા. જેને લઈ સરકારી વાહન ચાલકે હોર્ન મારતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને રોડ વચ્ચે સરકારી વાહન આગળ બાઇક રોકી વાહનને આંતર્યું હતું અને ચાલકને ઉતારીને માર માર્યો હતો. ત્યારબાદ મોટો પથ્થર લઈ સરકારી વાહનનો આગળનો કાચ પણ તોડી નાખ્યો હતો અને કાર પરની રેડ બ્લુ લાઈટ પણ તોડી નાખી હતી.

સરકારી પોલીસ વાહનમાં તોડફોડ કરી

અન્ય આરોપીની શોધખોળ: બબાલ જોઈ સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને બંને હુમલાખોરો પૈકી એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક અંધારામાં ફરાર થઇ ગયો હતો. હાલ કામરેજ પોલીસે ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ કરતા આ શખ્સ જૂનાગઢનો હોવાનું અને તેના વિરુદ્ધ જૂનાગઢ સહિત અલગ અલગ પોલીસ મથકમાં 5થી વધુ ચોરી લૂંટ અને હાફ મર્ડરના ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ ફરાર થયેલા અન્ય આરોપીની શોધખોળ કરી રહી છે.

ઘટનાને લઈને સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે આ ગુનામાં એક આરોપીની અટક કરાઈ છે. જ્યારે ફરાર એક આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.

  1. Surat News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરે બીજા ડોકટરની નજર સામે આપઘાતનો પ્રયાસ કર્યો
  2. Surat crime : 700 રુપિયાના ફુગ્ગા વેચી સુરત પોલીસે ચોર પકડ્યો, ભટારમાં 11.36 લાખની ઘરફોડ ચોરી કરનાર આરોપીની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details