સુરતના ઓલપાડ તાલુકામાં બે સગીરાનું અપહરણ થતા પોલીસ ફરિયાદ નોંધાઇ સુરત :જિલ્લાના ચોર્યાસી તાલુકાના કવાસ ગામે રહી ઘરકામ અને મજૂરી કરતા આદિવાસી પરિવારની બે સગીર બહેનો અચાનક ગુમ થઈ ગઈ હતી. તારીખ 13 ઓગસ્ટ રાત્રે બહેનપણી અને ગામના અન્ય લોકો સાથે ઓલપાડ સરસ ગામે સિદ્ધનાથ મહાદેવ મંદિરે દર્શન પગપાળા કરવા નીકળેલી હતી. ત્યારબાદ સગીરાની મોટી બહેન તેના પતિ સાથે બાઇક લઈને જવા નીકળતા રસ્તામાં મળેલી બન્ને બહેનોને ગાડી પર બેસીને આવવા કહેતા તેઓ ચાલતા જવાનું કહ્યું હતું.
આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી : પોલીસ ફરિયાદ કરવામાં આવી તે અનુસાર, 14 તારીખે સવારે ફરિયાદી તેના પતિ સાથે દર્શન કરીને કવાસ ગામ આવતા હતા. ત્યારે વહેલી સવારે બે વાગ્યાના અરસામાં નરથાણ ગામ નજીકથી પસાર થતી વખતે સગીર બહેનો સાથે પ્રદીપ આશારામ ભટ્ટ અને વિકાસ નારદ ટંડન હોવાનું જોતાં તેઓ ગભરાઈને નાસી છૂટી હતી. તારીખ 14 ઓગસ્ટની સવારે બે સગીર બહેનો સાથે પગપાળા સિદ્ધનાથ મહાદેવના દર્શનાર્થે ગયેલા હતા. પરંતુ બન્ને બહેનો ઘરે પરત ન આવતા શોધખોળ કરવામાં આવી હતી. એમ છતા ના મળતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
શુ હતુ પોલીસ ફરિયાદમાં :શકમંદ પ્રદીપ આશારામ ભટ્ટ તથા વિકાસ નારદ ટંડન બન્ને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અથવા પોતાના બદ ઈરાદો પાર પાડવા અપહરણ કરીને લઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ થતાની સાથે જ બન્ને સગીરાની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ હાલ તમામ દિશામાં તપાસ કરી રહી છે.
આ પહેલા પણ આવો જ બનાવ : અન્ય બનાવની વાત કરીએ તો સુરતના ડીંડોલી વિસ્તારમાં કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિષ્ણુકુમાર બદરીલાલ તૈલી પોતાની પત્ની અને બાળકો સાથે ન્યાયની માંગ લઈ પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં તેમણે પોલીસને લેખિતમાં ફરિયાદ આપી હતી. વિષ્ણુકુમાર બદરીલાલ તૈલીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભરત મોરે અને શાંતારામ મોરેએ મારી દીકરીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ બંધ ઘરમાં બંધક બનાવી નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. જેના કારણે મારી દીકરીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં દીકરીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
- Surat News: સુરત મેયરને ગાડી છોડી પીએના બાઈક પર બેસીને ભાગવાનો વારો આવ્યો, જાણો સમગ્ર ઘટના...
- Surat Crime News : મોંઘી દારૂની બોટલો ખેપ મારવા બુટલેગરો નવી તરકીબ, વેસુ પોલીસે ભાંડો ફોડ્યો