ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ કમિશ્નનર આર.બી.બ્રહ્મભટ્ટે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો - ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર  હરેકૃષ્ણની બદલી

સુરત: પોલીસ કમિશ્નરની ખાલી પડેલી જગ્યાનો પદભાર ગુરૂવારના રોજ નવનિયુક્ત પોલીસ કમિશ્નનર આર.બી.બ્રહ્મભટ્ટે વિધિવત રીતે સંભાળ્યો હતો. ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા હરેકૃષ્ણ પટેલની ગાંધીનગર ખાતે બદલી થતા ખાલી પડેલી જગ્યાનો ચાર્જ આર.બી બ્રહ્મભટ્ટે સંભાળ્યો હતો. તેઓએ જણાવ્યું હતું. કે, સુરતને સુરક્ષિત સિટી બનાવવામાં આવશે.

etv bharat

By

Published : Oct 3, 2019, 2:51 PM IST

સુરત પોલીસ કમિશ્નર પદેથી સતીશ શર્મા રિટાયર્ડ થયા પછી કમિશ્નરની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ જોઈન્ટ પોલીસ કમિશ્નર હરેકૃષ્ણ પટેલને સોંપવામાં આવ્યો હતો.બાદમાં રાજ્ય સરકાર તરફથી IPS કક્ષાના અધિકારીઓના બદલીના ઓર્ડર કરાયા હતા. જે પૈકી સુરત પોલીસ કમિશ્નર તરીકેની જવાબદારી આર.બી.બ્રહ્મભટ્ટને સોંપાઈ હતી.

પોલીસ કમિશ્નનર આર.બી.બ્રહ્મભટ્ટે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો

ગુરુવારે આર.બી.બ્રહ્મભટ્ટે વિધિવત્ રીતે ચાર્જ સંભાળ્યો હતો. નવનિયુક્ત પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટનું અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ હતુ. જ્યારે ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર હરેકૃષ્ણ પટેલની બદલી ગાંધીનગર કરાઈ છે.

DCP, ACP સહિત જોઈન્ટ પોલીસ કમિશ્નર સહિત અધિકારીઓએ નવનિયુક્ત પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટનું બુકે વડે સ્વાગત કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details