ગુજરાત

gujarat

ETV Bharat / state

27 લાખના સોનાનો લિક્વીડ પાવડર શહેરમાં ઘુસી ગયો, છતાં સુરત ઍરપૉર્ટ ઑથોરીટી અજાણ

સુરત : શહેર અને અમદાવાદ એરપોર્ટ દાણચોરો માટે સ્વર્ગ સમાન સાબિત થઇ રહ્યું છે. સુરત અને અમદાવાદ એરપોર્ટ પર એક બાદ એક દાણા ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે દુબઇથી અમદાવાદ એરપોર્ટ ફ્લાઇટ મારફતે લાવવામાં આવેલ રૂપિયા 27 લાખના સોનાના લિકવિડ પાવડર સાથે બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

etv bharat surat

By

Published : Oct 23, 2019, 12:07 PM IST

દુબઇ થી લાવવામાં આવેલ દાણચોરીના સોના સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં ચોક બજાર પોલીસ ને સફળતા મળી છે.આરોપી સલમાન ઇબ્રાહિમ પટેલ અને શોએબ ઝકરિયા પટેલની રૂપિયા 27 લાખથી વધુ સોનાના લિકવિડ પાવડર સાથે ધરપકડ કરવામાં આવી છે.ચોક બજાર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લીંબાયત પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ ગત રોજ વાહન ચેકીંગમાં હતો. તે સમયે મોટર સાયકલ પર પસાર થતા બે લોકો આંતરી પૂછપરછ કરી હતી.

પોલીસને શંકા જતાં પોલીસે બંનેની પૂછપરછ કરતા તેમની પાસેથી એક બોક્સ મળી આવ્યું હતું.તપાસ દરમિયાન મળી આવેલ પદાર્થ સોનાનો લિકવિડ પાવડર હોવાનું બહાર આવ્યું હતું. જેનું વજન 685 ગ્રામથી વધુ થતા રૂપિયા 27 લાખનો લિકવિડ સોનાનો પાવડર જપ્ત કરી બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

ચોક બજાર પોલીસ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછતાછ કરવામાં આવી હતી.આરોપી શોએબ ઝાકરીયા પટેલની પૂછપરછ કરતા સોનુ પંદર દિવસ અગાઉ તેનો ભાઈ સાજિદ ઝાકીર પટેલ દુબઇ થી ફ્લાઇટ મારફતે અમદાવાદ લાવ્યો હોવાની હકીકત જાણવા મળી હતી.જ્યારબાદ બીજા દિવસે સોનું સુરત ના મક્કાઇપુલ ખાતે આપી ગયો હતો.આ સોનુ ભરૂચના જંબુસર ખાતે રહેતા અફઝલના નામના ઇસમને પોહચાડવાનું હતું. જે પહેલા જ બંને આરોપીઓ પોલીસના હાથે ચઢી ગયા હતા.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ બાબતની જાણ કસ્ટમ વિભાગને પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.જ્યાં કસ્ટમ વિભાગ આ અંગે પૂછપરછ કરે તેવી શકયતા જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details