સુરત:સુરતના કામરેજ વિસ્તારમાં યુવતીની છેડતી કરવાનાં મામલે માફી માંગવા આવેલા યુવકો દ્વારા યુવતીના ભાઈ કે જે રત્ન કલાકાર છે તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે કામરેજ પોલીસ મથકમાં ચાર ઇસમો વિરૂધ ગુનો નોંધાઈ હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કામરેજના શ્યામસુંદર એવન્યુમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા મિહીરભાઈ જીતુભાઈ કામળીયાને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે બે દિવસ પહેલા તમારા ભાઇ સાથે બોલાચાલી કરી તમારી બહેનની મશ્કરી કરતા હતા. જેથી અમારે માફી માંગી સમાધાન કરવાનું છે. તમે તમારા ઘરનાં નીચે આવો. એવું જણાવતા મિહીરભાઇ નીચે ગયા હતા અને તે દરમિયાન એક રીક્ષા દ્વારા આરોપી ભરત, વિશાલ, એડી અને એક અજાણ્યો ઇસમ મળી ચાર ઇસમો આવ્યા હતા.
પહેલાં યુવતીની કરી છેડતી, પછી માફી માગવાનું કહીને ઘરે આવેલા 4 ઈસમોએ યુવતીના ભાઈઓને માર્યો માર
સુરતના કામરેજમાં રત્ન કલાકારની બેનની છેડતી કરવાનાં મામલે માફી માંગવા આવેલા યુવકો દ્વારા રત્ન કલાકારને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ત્રણ ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી એકને વોન્ટેડ જાહેર કર્યો છે.
Published : Dec 21, 2023, 11:36 AM IST
યુવતીના બે ભાઈને માર્યો માર: જોકે ત્યાર બાદ મિહીરભાઈ દ્વારા તમામને જણાવેલ કે તમે કેમ મારા ભાઈને ધમકી આપતા હતા. અને આપણી બધાની બહેન દિકરીઓ હોય જેથી ગમે તેમ ચેનચાળા ન કરાય તેવી વાત કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે અમારી ભુલ થઇ ગઈ છે, આપણે બધા જય ઠાકર બોલીને છુટા પડીએ, ત્યાં મિહીરભાઇ પોતાના ફલેટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રીક્ષામાં બેસેલ એડી નામના શખ્સે પોતાના હાથમાં પહેરેલા કડા વડે મિહીરભાઈનાં માંથાનાં ભાગે મારી દેતા મિહીરભાઈ લોહિલુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા. તેમની આ હાલત જોઈને મિહીરભાઇનો પરીવાર તેમને બચાવવા દોડી આવ્યો હતો ત્યારે રીક્ષામાં બેસેલા તમામ ઇસમોએ લાકડીઓ કાઢી મિહીરભાઇ અને તેમના ભાઇ મોહિતને લાકડીઓનાં સપાટા વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ રીક્ષા લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
3 ઓરોપી પોલીસની પકડમાં: આરોપી સાથેની આ મારામારીમાં ઇજાગ્રસ્ત મિહીરભાઈ તેમજ તેમનાં ભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મિહીરભાઈ દ્વારા સમગ્ર ઘટના અંગે કામરેજ પોલીસ મથકે ફરીયાદ કરતા હાલ પોલીસે ભરત, વિશાલ, એડી અને એક અજાણ્યા ઇસમ મળીને કુલ ચાર ઇસમો વિરૂધ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.