ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Murder Case: 14 વર્ષના સગીરને મોતને ઘાટ ઉતારનારને પોલીસે દબોચી લીધા - Police arrested the killer

થોડા દિવસ અગાઉ સુરતમાં ટ્રેનની અડફેટે 14 વર્ષીય બાળકનું મોત થયું હતું. જેમાં મૃતકના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરી. જેમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Murder Case
Murder Case

By

Published : May 25, 2021, 8:49 PM IST

  • કીમના 14 વર્ષીય સગીરની હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
  • 7,000 લૂંટી લીધા હોવાની અદાવત રાખી હત્યા કરનારા 2 ઝડપાયા
  • મૃતકના પિતાએ ટ્રેન અડફેટે મૃત્યુ પામનારા પુત્રની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી

સુરતઃ કીમના 14 વર્ષીય સગીરની ટ્રેન અડફેટે મોત બાદ પિતાને પુત્રની હત્યા કરાયાની શંકા વ્યક્ત કરાઈ હતી. જે બાદ પિતાની ફરિયાદ આધારે પોલીસ તપાસ કરતાં 2 આરોપીએ સગીરની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. જેથી રેલવે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ સુરતના કીમ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત

રેલવે પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં હત્યાનું કબૂલ્યું

આ અંગે રેલવે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના કીમ ગામે પૂર્વ વિસ્તારમાં રહેતા 14 વર્ષીય સગીર જયકીશન ઉર્ફે રવિ નન્હેલાલ તિવારીનો મૃતદેહ કીમ કુડસદ રેલવે સ્ટેશન વચ્ચે મળી આવ્યો હતો. સદર મૃતક જયકીશનનું મોત પોરબંદર ટ્રેન અડફેટે થયું હોવાનું રેલવે પોલીસે નોંધ્યું હતું, પરંતુ મૃતકના પિતા ઈન્દ્રજીત ઉર્ફે નન્હેલાલ તિવારીએ રેલવે પોલીસ સમક્ષ પોતાના પુત્રની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યકત કરતા સુરત રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જે બાદ પિતાએ પોલીસને શકમંદોના નામ આપતાં પોલીસે તે દીશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં રેલવે LCB ટીમ તપાસમાં હતી. આ દરમિયાન ગુનો કરનારા શખ્સ કુડસદ નહેર પાસે બેઠા હોવાથી પોલીસ દ્વારા કોર્ડન કરી પકડવા જતા બન્ને ગુનેગારો ભાગવા પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે બન્ને આરોપીને દબોચી લીધા હતા. જે બાદ પૂછપરછમાં આરોપીએ ગુનો કર્યાનું કબૂલ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details