ગુજરાત

gujarat

ETV Bharat / state

ફરી એકવાર સુરતમાં નરાધમે પ્રેમમાં પ્રેમિકાના ગળે સરાજાહેર કટર ફેરવ્યું - પ્રેમીએ પ્રેમીકાની હત્યા કરવાની કરી કોશીશ

સુરતના સચિન વિસ્તારમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે સરાજાહેર કટર ફેરવી (turned cutter around lover throat in Sachin) દેતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. લોહીથી લથપથ હાલતમાં પ્રેમિકાને છોડી ર્વ પ્રેમી નાસી છૂટ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરવા પોલીસે સનકી પ્રેમીની ધરપકડ કરી લીધી છે. (Ex boyfriend tries kill girlfriend in Surat)

ફરી એકવાર સુરતમાં નરાધમે પ્રેમમાં પ્રેમિકાના ગળે સરાજાહેર કટર ફેરવ્યું
ફરી એકવાર સુરતમાં નરાધમે પ્રેમમાં પ્રેમિકાના ગળે સરાજાહેર કટર ફેરવ્યું

By

Published : Dec 22, 2022, 4:02 PM IST

સુરતમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે સરાજાહેર કટર ફેરવી દેતા ચકચાર

સુરત : સચિન વિસ્તારમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે સરાજાહેર કટર ફેરવી દેતા ચકચાર મચી (Surat Crime News) જવા પામી છે. પ્રેમીએ પ્રેમિકાનું ગળું ચીરી તેની હત્યાની કોશિશ કરી ફરાર થઈ ગયો હતો. લોહીથી લથપત હાલતમાં પ્રેમિકાને છોડી નાસી જનાર આરોપી પ્રેમીની શોધખોળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જ્યારે યુવતીને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. (Ex boyfriend tries kill girlfriend in Surat)

શું હતો સમગ્ર મામલો સુરત શહેરના સચિન સુડા વિસ્તારમાં રહેતી બાવીસ વર્ષીય યુવતી એક કારખાનામાં સિલાઈ મશીન પર કામ કરે છે. તાપી જિલ્લાના નિર્જર તાલુકા ખાતે આવેલા બોરદા ગામે રહેતા રામસિંગ ગુલાબ સાથે યુવતીના પ્રેમ સંબંધ હતા. બંને વર્ષ 2019માં સાથે કામ પણ કરતા હતા. જોકે કિંમતીને રામસિંગ નાની નાની બાબતે માનસિક ત્રાસ આપતો હતો. બંને વચ્ચે શાબ્દિક તડાફડી પણ થતી હતી. યુવતી આટલી હદે કંટાળી ગઈ હતી કે તેને રામસિંગ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. (turned cutter around lover throat in Sachin)

આ પણ વાંચોપિતાએ જ કરી દીકરીનું ગળું દબાવીને હત્યા, શું હશે કારણ

પોતાની સાથે આવા દબાણ કર્યુંACP આર.એલ. મવાણીએ જણાવ્યું હતું કે, રામસિંગ જે પ્રકારે યુવતી સાથે ફરી પ્રેમ સંબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો. એટલું જ નહીં એક અઠવાડિયા પહેલા રામસિંગએ યુવતીને સચિન વિસ્તારમાં આંતરિક પણ લીધી હતી. જોકે તે સમયે સ્થાનિક લોકો ભેગા થઈ જતાં તે નાસી છૂટ્યો હતો. યુવતી પોતાની બહેનપણી સાથે નોકરી કરવા જઈ રહી હતી. તે દરમિયાન અચાનક જ રામસિંહ યુવતીને એપરેલ પાર્ક ખાતે અટકાવી પોતાની સાથે આવા દબાણ કર્યું હતું. યુવતીએ ઇનકાર કરતા રામસિંગ પોતાની પાસે રહેલી કટર ક્રૂરતાપૂર્વક યુવતીના ગળા ઉપર ફેરવી દીધું હતું. (Surat turned cutter around lover throat)

આ પણ વાંચોઅમદાવાદ કાગડાપીઠમાં યુવકની પ્રેમ પ્રકરણમાં છરી વડે હત્યા

યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાંઉલ્લેખનીય છે કેસ જેના પ્રેમમાં રામસિંગ પાગલ હતો. તેને જાનથી મારવા માટે કટર લઈ આવ્યો હતો અને ગળું ચીરી હત્યાની કોશિશ કરી હતી. એટલું જ નહીં તેને લોહીથી લથપથ હાલતમાં છોડી નાસી પણ ગયો હતો. સ્થાનિક લોકોએ યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. આખરે પોલીસે સનકી પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

ABOUT THE AUTHOR

...view details