રેલવે સ્ટેશનથી છ વર્ષની બાળકીનું અપહરણ કરનાર મહિલા ગણતરીના કલાકોમાં ઝડપાઇ સુરત : રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ (Surat Railway Station) નંબર એક ઉપર પોતાના પિતા સાથે સુઈ રહેલી છ વર્ષની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવમાં રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણ કરનાર મહિલા અને તેની સાથે રહેલા યુવાનની ધરપકડ કરી હતી. જોકે આ દીકરીનું શા માટે અપહરણ કર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. (Abduction of children in Surat)
શું હતો સમગ્ર મામલો સુરતના અંકલેશ્વર ખાતે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી મજૂરી કામ કરી પોતાના પરિવારજનનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક ચાર વર્ષની દીકરી છે. પોતાની દીકરીને MPથી લઈને તે અંકલેશ્વર ટ્રેન મારફતે આવી રહ્યો હતો. જોકે ટ્રેનમાં ઊંઘી જતા તે સુરત રેલ્વે સ્ટેશન પહોંચી ગયો હતો. સુરત રેલવે સ્ટેશન ઉતાર્યા બાદ સવારે ટ્રેન મારફતે ફરી તે અંકલેશ્વર જવાનો હતો. ટ્રેન આવે તે પહેલાં પ્લેટફોર્મ પર આરામ કરવા પિતા અને પુત્રી ઊંઘી ગયા હતા. (baby girl Kidnapping in Surat Railway Station)
આ પણ વાંચોસુરતમાં ચાલુ ટ્રેને ચડવા જતા યુવક પ્લેટફોર્મ ટ્રેનની વચ્ચે પટકાયો, RPF જવાન બન્યો દેવદૂત
પોલીસની ટીમ એક્ટિવ થઈ ગઈ હતી આ દરમિયાન અજાણી મહિલા દ્વારા આ છ વર્ષની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં બાળકીના પિતા દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. બાદમાં આ સમગ્ર મામલે રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. રેલવે પોલીસે તાત્કાલિક ધોરણે અપહરણનો ગુનો નોંધી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. એ દરમિયાન રેલવે પોલીસના હાથે CCTV ફૂટેજ લાગ્યા હતા. આ ફૂટેજમાં મહિલા આ બાળકીને લઈ જતા નજરે પડી હતી. જેથી પોલીસની ટીમ એક્ટિવ થઈ ગઈ હતી. તે દરમિયાન રેલવે પોલીસે ટેકનિકલ મદદ લઈ આ બાળકીના અપહરણ કરતા સુધી પહોંચ્યા હતા. (6 year daughter Abduction in Surat)
આ પણ વાંચોસુરત રેલવે ટ્રેક પર મૃતદેહ ફેકનાર આરોપીઓની ધરપકડ, પત્નીએ પ્રેમી સાથે મળીને કરી હત્યા
અપહરણ કર્તાઓના ચુનાલમાંથી છોડાવીરેલવે પોલીસના Dysp દિપક ગૌરે જણાવ્યું હતું કે, રેલવે પોલીસની ટીમ બારડોલી ખાતે પહોંચી ગઈ હતી અને જ્યાં અપહરણ કરતા યોગેશ ચૌહાણને અને તેની સાથેની મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. સાથો સાથ પોલીસે બાળકીને અપહરણકર્તાઓના ચુનાલમાંથી છોડાવી હતી. પોલીસ પૂછપરછમાં મૂળ યોગેશ બારડોલીનો રહેવાસી છે તેમજ રીક્ષા ચલાવી પોતાના પરિવારજનનું ગુજરાન ચલાવતો હતો. તો બીજી તરફ આ મહિલા રખડતું જીવન જીવે છે. આ અપહરણ ચાઈલ્ડ ટ્રાફિકિંગ છે કે નહીં એ અંગે તપાસ ચાલી રહી છે. બાળકીનો અપહરણ શા માટે કર્યું તે મહિલાએ હાલ જણાવ્યું નથી. (Surat Crime News)