સુરત : સુરતમાં જાહેરમાં લઘુશંકા કરવા બાબતે ચાર યુવાને હત્યા (Murder case in Surat) કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાલનપુર પાટિયાથી જકાતનાકા ખાતે આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતો રવિ ઉર્ફે બંટી સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવતો હતો. ત્રણ દિવસ અગાઉ રાત્રે 9 વાગ્યે નોકરી પરથી આવ્યા બાદ માતા લતાબેન પાસેથી 50 રૂપિયા લઈ ઘરેથી નીકળ્યો હતો. ઘર નજીક ગાયત્રી સર્કલની સામે ખોડિયાર કોમ્પ્લેક્ષ પાસે બંટીનો પરિચિત યુવક સંજય ઉર્ફે સંજુ જાહેરમાં લઘુશંકા કરી રહ્યો હોવાથી તેને ઠપકો આપ્યો હતો. થોડીવાર બાદ સંજય અને બંટી વચ્ચે ગાળા ગાળી થવા લાગી હતી.
બંટીને રેમ્બો છરીના ઘા ઝીંક્યા
જો કે થોડીવાર બાદ બંને ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ગાયત્રી સર્કલ પાસે બંટી તેના મિત્ર જયેશ વિઠ્ઠલ નથવાણી સાથે ઉભા હતો. ત્યારે સંજય તેના ચાર મિત્રો સાથે બાઇક પર ઘસી આવી બંટીને માર મારતા લાગ્યા. જયેશે બચાવવાનો પ્રયાસ કર્યો તો ત્રણ ચાર તમાચા ઝીંકી દીધા હતા. જ્યારે બંટીને જમણા પગના ઘુંટણના ભાગે રેમ્બો છરાનો ઘા ઝીંકી દેતા આરપાર નીકળી ગયો હતો.
આ પણ વાંચોઃMurder case in Surat: સુરતમાં ઠપકો આપવા જતા અસામાજિક તત્વોએ પિતા પુત્ર પર જીવલેણ હૂમલો કર્યો