ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ડેપ્યુટી ડાયરેકટરની ખોટી ઓળખ આપી રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી - surat news

સુરત: જિલ્લામાં હજુ પણ ડુપ્લીકેટ અધિકારીઓ બની ને રોફ જમાવતા લોકો જોવા મળી રહ્યા છે, ત્યાં ઉમરા વિસ્તારમાં એક ઈસમ પોતે GSTના ડેપ્યુટી ડાયરેકટર વિજિલન્સની ઓળખ આપી રોફ જમાવતો શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની તપાસ હાથ ધરતા તેની પાસેથી બે ડુપ્લીકેટ આઈ કાર્ડ પણ મળી આવ્યા હતાં. અત્યાર સુધીમાં જીએસટી અધિકારી બની કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે અને ડુપ્લીકેટ આઈડી કાર્ડ ક્યાંથી બનાવ્યા છે તેની તપાસ પોલીસ કરી રહી છે.

સુરતમાં ડેપ્યુટી ડાયરેકટરની ખોટી ઓળખ આપી રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી

By

Published : Oct 6, 2019, 4:19 AM IST

નકલી પોલીસ પછી હવે નકલી જીએસટી અધિકારી સુરત પોલીસના હાથે ઝડપાયો છે. GST કાયદો અમલીકરણમાં આવ્યો ત્યારથી ધૂતરાઓએ પોતાની દુકાનો ખોલી વેપારી વર્ગના લોકોને ડરાવી-ધમકાવી રૂપિયા પડાવવાનો ખેલ શરૂ કરી દીધો છે, ત્યાં સુરતના ઉમરા પોલીસ મથકની હદમાંથી નકલી જીએસટી અધિકારીને ઝડપી પાડ્યો છે.

સુરતમાં ડેપ્યુટી ડાયરેકટરની ખોટી ઓળખ આપી રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી

પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર સુરત જીએસટીના અધિકારીઓને ખ્યાલ આવ્યો હતો કે એક વ્યક્તિ પોતે GST અધિકારીની ખોટી ઓળખ આપી રહ્યો છે. જે બાબતે ચેક કરતા મામલો બહાર આવ્યો હતો. જીએસટી અધિકારીઓએ નકલી જીએસટી અધિકારીને ઝડપી પાડવા ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યાં આખરે નકલી જીએસટી અધિકારી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. આરોપીની તપાસ કરતા જીએસટી અધિકારી હોવાના બે ખોટા આઈકાર્ડ પણ મળી આવ્યા હતાં.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી વાપીનો રહેવાસી છે અને સુરતમાં વેપારીઓને ધાકધમકી આપી રૂપિયા પડાવવા માટે ફરી રહ્યો હતો. હાલમાં ઉમરા પોલીસે ડુપ્લીકેટ અધીકારીની ધરપકડ કરી આ બાબતે આગળની તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details