ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલિકાના અધિકારીને તમાચો ઝીકનારા ભાજપના કોર્પોરેટરની ધરપકડ - ભાજપના કોર્પોરેટર

સુરત: સત્તાના નશામાં ભાન ભૂલેલા ભાજપના કોર્પોરેટરે સુરત મહાનગરપાલિકાના અધિકારીની ફરજમાં રૂકાવટ કરી તમાચો ઝીકી દીધો હતો. આ સમગ્ર ઘટના બાદ વરાછા પોલીસે કોર્પોરેટર સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોતાની સત્તાનો દુરુપયોગ કરી અધિકારીને તમાચો ઝીકનારા કોર્પોરેટરની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

પાલિકાના અધિકારીને તમાચો ઝીંકનાર બીજેપી કોર્પોરેટરની કરાઇ ધરપકડ

By

Published : Aug 20, 2019, 6:49 PM IST

સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જગદીશ પ્રજાપતિ વરાછા વિસ્તારમાં આવેલા મઢુલી ટી સેન્ટરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની કાર્યવાહી કરવા માટે પહોંચ્યા હતા.અહીં આવેલા મઢુંલી ટી સેન્ટરના માલિક દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા અને કપનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.જેથી અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.એટલું જ નહીં પાલિકા દ્વારા અગાઉ બે થી ત્રણ વખત ટી સેન્ટરના માલિક સામે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.અધિકારીની કાર્યવાહી દરમિયાન વોર્ડ નંબર 13 ના ભાજપના કોર્પોરેટર ભરતભાઇ મોનાભાઇ વઘાસિયા પણ ત્યાં પહોંચ્યા હતા.જ્યાં કોર્પોરેટર દ્રારા અધિકારીને ધક્કો મારી તમાચો ઝીંકી દેવામાં આવ્યો હતો.

પાલિકાના અધિકારીને તમાચો ઝીંકનાર બીજેપી કોર્પોરેટરની કરાઇ ધરપકડ

જ્યારે ટી સેન્ટરના માલિકે અધિકારી જોડે ધક્કો મારી ઝપાઝપી કરી હતી.આ સમગ્ર ઘટના બાદ મામલો વરાછા પોલીસ અને મનપા કમિશનર તેમત મેયર સુધી પહોંચ્યા હતા.જ્યાં દબંગ કોર્પોરેટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પીડિત અધિકારી દ્વારા કરવામાં આવી હતી.જ્યાં આખરે સત્તાના નશામાં રહેલા કોર્પોરેટર ભરત વઘાસિયાને યોગ્ય પાઠ ભણાવવા અધિકારી જગદીશ પ્રજાપતિએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.વરાછા પોલીસે અધિકારીની ફરિયાદના આધારે કોર્પોરેટર ભરત મોના વઘાસિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


સત્તાના નશામાં ભાન ભૂલી બેઠેલા ભાજપી કોર્પોરેટરની ધરપકડ બાદ તેના કાર્યકરો પણ મોટી સંખ્યામાં પોલીસ મથકે આવી પહોંચ્યા હતા.જ્યાં ટોળું વળતા પોલીસે તમામને પોલીસ મથકની બહાર કાઢ્યા હતા.વરાછા પોલીસ દ્વારા કોર્પોરેટર ભરત વઘાસિયાને કોર્ટમાં લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન કોર્પોરેટરના મોઢા પર રહેલા સત્તાનો નશો જાણે પોલીસે ધરપકડ બાદ ઉતરી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.ભાજપી કોર્પોરેટરની દબંગગિરીનો આ કિસ્સો સમગ્ર સુરત શહેરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.સત્તાના નશામાં ગળાડૂબ કોર્પોરેટરની આ તાનાશાહીના કારણે શહેર ભાજપની છબી ખરડાઈ હોય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details