ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : મોતને ઘાટ ઉતારી હત્યારો મૃતદેહને ખભે નાખીને હોસ્પિટલ પહોંચ્યો, CCTV આવ્યા સામે - સુરતમાં હત્યારો ખભે મૃતદેહ

સુરતમાં થોડા દિવસ પહેલા બસ ક્લીનરની હત્યાના (Surat Crime News) બનાવવાના હચમચાવી નાખે તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી મૃતદેહ ખભે નાખી (Sarthana Bus cleaner killed) હત્યારો દોડતો CCTV કેમેરામાં કેદ થવા પામ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. (Bus cleaner killed in Surat)

Surat Crime : મોતને ઘાટ ઉતારી હત્યારો મૃતદેહને ખભે નાખીને હોસ્પિટલ પહોંચ્યો, CCTV આવ્યા સામે
Surat Crime : મોતને ઘાટ ઉતારી હત્યારો મૃતદેહને ખભે નાખીને હોસ્પિટલ પહોંચ્યો, CCTV આવ્યા સામે

By

Published : Jan 17, 2023, 6:09 PM IST

જીવલેણ હુમલો કર્યા બાદ આરોપી મૃતદેહને ખભે નાખી દોડતો CCTV કેમેરામાં કેદ

સુરત : 15મી જાન્યુઆરીના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં બસ ક્લીનરની હત્યા થઈ હતી. આ કેસમાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં હત્યારો હત્યા કર્યા બાદ મૃતદેહને ખભે નાખી દોડતો-દોડતો જતો જોવા મળે છે. જોકે, પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, નજીવી બાબતે બસ ડ્રાઇવર અને ક્લીનર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના કારણે ડ્રાઇવરે ક્લીનર પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ પણ લઈ જઈ રહ્યો હતો. એ જ સમયનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે.

આ પણ વાંચોBotad Rape Case: બોટાદમાં દેવીપૂજક સમાજની દીકરી સાથે દુષ્કર્મ અને હત્યાને લઈને ચકાજામ

પતરાની રૂમમાં રહેતા હતાસુરતના સરથાણા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા આશાદીપ સ્કૂલના પાર્કિંગમાં એક વ્યક્તિની હત્યા કરાઈ હતી. આ હત્યામાં એક CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં હત્યારો હત્યા કર્યા બાદ મૃતદેહને ખભે નાખી દોડતો જતો હોવાનું કેદ થયો છે. આશાદીપ સ્કૂલના પાર્કિંગમાં આ પતરાની રૂમમાં રહેતા સ્કૂલ બસ ડ્રાઈવરે જ બસના ક્લીનરની હત્યા કરી નાખી હતી. આશાદીપ શાળામાં જ બસ ડ્રાઇવર તરીકે સોહીલ સુબેદાર સિંહ અને ક્લીનર તરીકે કલ્પેશકુમાર રમેશચંદ્ર ઉપાધ્યાય નોકરી કરી રહ્યા હતા. 15 મી જાન્યુઆરીના રોજ બંને વચ્ચે ઝઘડો થતા આ પરિણામ આવ્યું હતું.

આ પણ વાંચોAhmedabad Crime : વાહન હટાવવાની વાત હત્યામાં પરિણામી, પોલીસે આરોપીઓની કરી ધરપકડ

લોખંડના સળિયા વડે તેમજ ઢીકાપાટુથી લોહી લુહાણ કરી દીધોDCP ભક્તિ ઠાકુરે જણાવ્યું કે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ડ્રાઇવર અને ક્લીનર બંને એક જ રૂમમાં રહેતા હતા. ડ્રાઇવર દરરોજ રાતે મોડો આવતો હતો. પતરાના મકાન હોવાના કારણે દરવાજો જોરથી ખખડાવતો હોવાની વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં રોષે ભરાઈને ડ્રાઇવરે ક્લીનર લોખંડના સળિયા વડે તેમજ ઢીકાપાટુથી મારમારી લોહી લુહાણા કરી દીધો હતો. એટલું જ નહીં જ્યારે તેને લાગ્યું કે ક્લીનર વધુ ઇજાગ્રસ્ત થઈ ગયો છે, ત્યારે તેને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી તે ફરાર થઈ ગયો હતો. ક્લીનરને ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details