- સુરતમાં બોગસ ડૉક્ટરની ધરપકડ
- મેડીકલ સર્ટીફીકેટ વગર ડૉક્ટર તરીકેનું કામ કરતો
- પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા
સુરત: ગોડાદરા પોલીસે કોઈ પણ જાતના મેડીકલ સર્ટીફીકેટ વગર ડૉક્ટર તરીકેનું કામ કરતા અને ક્લિનિક ચલાવતા એક ઈસમને ઝડપી પાડ્યો છે.અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ત્યાંથી દવાનો જથ્થો જપ્ત પણ કબજે કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોગસ ડૉક્ટરની ધરપકડ
ગોડાદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ગોડાદરા સ્થિત મથુરા સોસાયટીના એક મકાનમાં શીતલા પ્રસાદ દવાખાનામાં એક વ્યક્તિ કોઈ પણ જાતના મેડીકલ સર્ટીફીકેટ વગર ડોક્ટર તરીકેનું કામ કરે છે. બાતમીના આધારે પોલીસે મેડીકલ ઓફિસરોને સાથે રાખી દરોડો પાડ્યો હતો.આ દરોડામાં પોલીસને ભટાર તદકેશ્વર સોસાયટીમાં રહેતા રમાશંકર રામપ્રવેશ મિશ્રા નામના ઇસમની ધરપકડ કરી હતી.
ડીગ્રી વગર લોકોને દવા આપતો
પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ પણ જાતના મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગે ડીગ્રી, સર્ટિફિકેટ, કે હોમીયોપેથીક કે આયુર્વેદીક કે કોઈ પણ જાતનું મેડીકલ સર્ટીફીકેટ ન હોવાનું બહાર આવ્યું હતું. જોકે પોતે અહી બેસી દર્દીઓને તપાસી એલોપેથીક દવાઓ તથા ઇન્જેક્શનો આપી અને પ્રિસ્ક્રીપશન લખી બહારથી દવાઓ પણ આપતો હોવાનું જાણવા મળ્યું હતું. દવાખાનાના સ્ટીકર પણ ચોટાડી રાખ્યા હોવાનું બહાર આવ્યું