સુરત : કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટીમાં યાના ડાયમંડ નામના કારખાનામાંથી હીરા ચોરી (Diamond Theft in Surat) કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રત્નકલાકારે 1.80 લાખના 10 હીરા ચોરી કર્યોનું સામે આવી રહ્યું છે. પોલીસ જાણ થતાં રત્નકલાકાર અને ખરીદનાર કારખાનેદાર સહિત બન્ની (Theft Crime in Surat) ધરપકડ કરી છે.
ઓફીસના દરવાજા તોડી ચોરી કરી ફરાર
સુરતના સિંગણપોર સ્થિત રહેતા સાગર ઠક્કર હીરાના વેપારી (Diamond Trader in Surat) છે. તેઓ ભાગીદારીમાં કપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટીમાં યાના ડાયમંડ નામથી હીરાનું કારખાનું ધરાવે છે. ગત 17મીએ રાત્રે તેઓના કારખાનામાં ચોરી થઇ હતી. કારખાનાના ગ્રીલના તાળા તથા ઓફીસના દરવાજા તોડી ટેબલના ખાનામાં મુકેલા અલગ અલગ કેરેટના 1.80 લાખના હીરા ચોરાઈ ગયા હતા. કારખાના CCTV કેમેરામાં મોડી રાતે 1.37 વાગ્યે એક યુવક કારખાનામાં ઘૂસતો દેખાય હતો છે. જે વેપારીએ કાપોદ્રા પોલીસ મથકમાં (Kapodra Police Station) ફરિયાદ નોંધાવી હતી.
હીરા ખરીદારની ધરપકડ