ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉછીના પૈસા વસૂલવા બાળકીને કરી હેવાનોના હવાલે, પોલીસે 7 આરોપીઓની કરી ધરપકડ - surat letest news

સુરત: 5 હજાર ઉછીના આપી પૈસા વસૂલવા માટે બાળકીને હેવાનોના હવાલે કરનારા સામુહિક દુષ્કર્મ પ્રકરણમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. પત્નીની સારવાર માટે પિતાએ પોતાના મિત્ર પાસેથી ઉછીના 5000 રૂપિયા લીધા હતા. જેથી આ રકમ મેળવવા માટે બાળકીને કામ પર રાખવાનું કહી આરોપીએ પોતે અને અન્ય ઈસમો દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ ગુજારતા હતા. જ્યારે બાળકીએ પિતાને વાત કરી જણાવ્યું ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.

etv bharat
5 હજાર ઉછીના આપી પૈસા વસૂલવા માટે બાળકીને દરીન્ડોના હવાલે, સામુહિક દુષ્કર્મ પ્રકરણમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ

By

Published : Jan 6, 2020, 11:36 PM IST

માનવતાને શર્મસાર કરે એવો બનાવ સુરત ખાતે બન્યો છે. જ્યારે માત્ર 5 હજારની ઉઘરાણી કરવા દેવાદાર પુત્રીને નરાધમ અન્ય હવસખોરોના હવાલે કરી દેતો હતો. સુરતના એક ઈસમે પોતાની પત્નીની સારવાર માટે પોતાના ઓળખીતા ભરતભાઈ પાસે 5000 રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમની ઉઘરાણી માટે ભરતે કિશોરીના પિતાને જણાવ્યું હતું કે, તેની દિકરીને કામ પર રાખી આ રકમ મેળવી લેશે. પરંતુ આરોપી ભરતના ઇરાદાથી અજાણ હતા. આરોપી ભરત છેલ્લા ત્રણ મહિનામાં ત્રણેક વખત તરૂણીને ઓળખીતાના ઘરે લઈ જઈ ત્યાં પહેલા તે તરૂણી પર પોતે દુષ્કર્મ આચરી પછી બીજાને પણ તરૂણી પાસે મોકલતો હતો.

5 હજાર ઉછીના આપી પૈસા વસૂલવા માટે બાળકીને દરીન્ડોના હવાલે, સામુહિક દુષ્કર્મ પ્રકરણમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ

પિતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સામૂહિક દુષ્કર્મ ઉપરાંત હ્યુમન ટ્રાફિકિંગ અને ઇમ્મોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ભરત કરસન ભાખર, યોગેશ મનસુખ સેજલિયા,કૌશિક મનસુખ સેજલિયા, સુનીલ બાબુ વાઘેલા, ભરત જસમત બરવાલિયા, જગદીશ મોહન માયાણી અને સંદિપ શિવરામ ગુપ્તાની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details