ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં તૈયાર એન્ટી વાયરલ ઈન્ફેક્શન અને એન્ટી બેક્ટેરિયલ કાપડમાં PMOએ રુચિ બતાવી - PMO

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે ટેકસટાઇલ સીટી સુરતના એક ઉદ્યોગપતિ દ્વારા એન્ટી વાયરલ ઈન્ફેક્શન અને એન્ટી બેક્ટેરિયલ કાપડ બનાવ્યું છે. આ કાપડના તૈયાર વસ્ત્રો પહેરવાથી કોઈ પણ ઇન્ફેકશન કાપડ થકી જે તે વ્યક્તિને લાગશે નહીં. આ કાપડને લઈ પીએમઓએ પણ ખાસ રુચિ બતાવી સર્ટિફિકેટ માટે વિગતો પણ મંગાવી છે. જોકે, આ અગાઉ આ ખાસ કાપડ માટે ઉદ્યોગપતિએ જર્મનીથી જરૂરી તમામ પરીક્ષાઓ અને માન્યતા પણ મેળવી લીધી છે.

surat
સુરત

By

Published : Jun 27, 2020, 2:06 PM IST

સુરત : કોરોના કહેર વચ્ચે સુરતમાં તૈયાર આ ખાસ કાપડની ડિઝાઇન ઓરથમ દૃષ્ટિએ ખૂબ જ સારી લાગશે. પરંતુ આ કાપડની ખાસિયત સાંભળી તમે પણ ચોંકી ઉઠશો. કારણ કે, આ કાપડ એન્ટી વાયરલ ઈન્ફેક્શન અને એન્ટી બેક્ટેરિયલ છે. આ કાપડ અંગે પીએમઓએ પણ રુચિ બતાવી છે. સુરતના સચિન ખાતે ગોકુલમ ફેશનના નામે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી આ ખાસ કાપડ બનાવ્યું છે.

કાપડ બનાવવા માટે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 15થી 30 મિનિટમાં કાપડ પોતેજ ઇન્ફેક્શન કે બેક્ટેરિયાને હટાવી દે છે. હા કેમિકલ અને નેચરલ વસ્તુઓથી આ કાપડ તૈયાર થયું છે.

સુરતમાં તૈયાર એન્ટી વાયરલ ઈન્ફેક્શન અને એન્ટી બેક્ટેરિયલ કાપડમાં PMOએ રુચિ બતાવી
આ ઉપરાંત સરફેસ કોટિંગ, સ્પ્રે કોટિંગ અને પેડ એપ્લિકેશનનો ઉપયોગ સાથે કાપડ ઉપર ખાસ ટ્રિટમેન્ટ કરવામાં આવે છે. પચાસ વખત ધોવા સુધી આ કાપડ ચાલે છે. કાપડને જર્મનીથી સર્ટિફાઇડ કરવામાં આવ્યા છે. હાલ પીએમઓને જ્યારે ઉદ્યોગપતિ સુભાષ ભવન દ્વારા લેખિત જાણકારી આપવામાં આવી હતી તો પીએમઓએ પણ સર્ટિફિકેટ માટે રસ બતાવી તમામ વિગતો તેમની પાસેથી મંગાવી છે. કાપડની કિંમત અને કાપડ કરતા પાંચથી દસ ટકા વધારે છે.
સુરતમાં તૈયાર એન્ટી વાયરલ ઈન્ફેક્શન અને એન્ટી બેક્ટેરિયલ કાપડમાં PMOએ રુચિ બતાવી

આ એન્ટિ વાઇરલ ઇન્ફેક્શન અને એન્ટી બેક્ટેરિયલ કાપડ બજારમાં 100થી 200 રૂપિયા પ્રતિ મીટર મળી રહેશે. લોકોને આકર્ષક લાગે આ માટે અનેક ડિઝાઇનો પણ આ કાપડ પર તૈયાર કરવામાં આવી છે.

સુરતમાં તૈયાર એન્ટી વાયરલ ઈન્ફેક્શન અને એન્ટી બેક્ટેરિયલ કાપડમાં PMOએ રુચિ બતાવી

ABOUT THE AUTHOR

...view details