ગુજરાત

gujarat

ETV Bharat / state

એરપોર્ટથી લઈ ડાયમંડ બુર્સ સુધી PM મોદીનું 6 પોઇન્ટ પર સ્વાગત કરાશે, હર્ષ સંઘવીએ તૈયારીઓની કરી સમીક્ષા - ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન

17મી ડિસેમ્બરના રોજ PM મોદી સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરવાના છે. જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ કાર્યક્રમ સ્થળે જઈને તૈયારીઓનો ચિતાર મેળવ્યો હતો. એરપોર્ટથી લઈ ડાયમંડ બુર્સ સુધી PM મોદીનું 6 પોઇન્ટ પર સ્વાગત કરવામાં આવશે. PM સાથે દેશના નેતાઓ અને વિદેશથી પણ લોકો ઉપસ્થિત રહેશે.

એરપોર્ટથી લઈ ડાયમંડ બુર્સ સુધી PM મોદીનું 6 પોઇન્ટ પર સ્વાગત,
એરપોર્ટથી લઈ ડાયમંડ બુર્સ સુધી PM મોદીનું 6 પોઇન્ટ પર સ્વાગત,

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 4:31 PM IST

Updated : Dec 17, 2023, 6:54 AM IST

સુરત:ડાયમન્ડ નગરી સુરતમાં આવતીકાલે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન થનાર છે. PM મોદી રવિવારે સવારે 11 વાગે ડાયમંડ બુર્સ પહોંચશે. દેશના વડાપ્રધાનના આગમન કરવા સુરત થનગની રહ્યું છે. રસ્તાઓ પર PMના સ્વાગત માટે 6 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. કાર્યક્રમ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

હર્ષ સંઘવીએ તૈયારીઓની કરી સમીક્ષા:ડાયમંડ બુર્સ પરિસરમાં વિશાળ ડોમ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જ્યાં 30 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. તૈયારીઓને અપાઈ રહેલા આખરી ઓપની માહિતી પણ મેળવી હતી.

વિદેશથી 30 હજાર મહેમાનો:વિદેશથી આવતા મહેમાનો માટે સુરતની હોટલોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત હોટેલથી કાર્યક્રમ સ્થળ સુધી લઇ જવા માટેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અમેરિકા, દુબઈ, સાઉથ આફ્રિકા, બેલ્જીયમ, હોંગકોગ, બેંકકોક, ચાઈના સહિતના દેશના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ભારત અને વિદેશમાંથી 30 હજાર મહેમાનો આવવાની આશા છે.

ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ: અમેરિકાના 46, દુબઈના 35, હોંગકોંગના 29, બેલ્જિયમના 24 અને જાપાનના 25 સહિત 10 દેશોમાંથી 250 થી વધુ જાણીતા ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વભરમાંથી લગભગ 2 હજાર વિદેશી ખરીદદારો હાજર રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ:PM મોદી સવારે 10.20 કલાકે સુરતમાં એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ધાટન કરશે. ત્યારબાદ 11 વાગે વિશ્વની સૌથી મોટી ઓફિસ સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે. 11.30 કલાકે જાહેરસભાને સંબોધન કરશે અને 12.50 કલાકે સુરત એરપોર્ટ જવા રવાના થશે.

જ્યારે ડાયમંડ બુર્સ બનાવવાની યોજના બનાવવામાં આવી ત્યારે 10 હજાર લોકોએ તેમાં ઓફિસ માંગી હતી. પરંતુ જ્યારે પ્રથમ હપ્તો માંગવામાં આવ્યો ત્યારે તેમાં 5 હજાર રૂપિયાનો ઘટાડો કરાયો હતો. ત્યાર બાદ હીરાના બુર્સની કિંમત પ્રમાણે રૂપિયાની વહેંચણી કરવામાં આવી હતી. ડાયમંડ બોર્સના ઉદ્ઘાટન પ્રસંગે સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ એલર્ટ છે.

ટ્રાફિકને લીધે ડ્રાઈવર્ઝન અપાતાં વૈકલ્પિક રૂટ:

  1. સુરત શહેર બહારથી આવતાં વાહનો પલસાણા, કડોદરા, કામરેજ, કીમ ચોકડીથી ડાબે ટન લઇ સાયણ, વેલંજા, સાયણ ચેક પોસ્ટ, ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા જઈ શકશે.
  2. પલસાણા-સચિન તરફથી આવતા વાહનો સચિન સાત્વલા બ્રીજ નીચે સચિન જીઆઈડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણે ટન લઇ આશિષ હોટલ, ઉન ભેસ્તાન, દક્ષેશ્વર ત્રણ રસ્તા, ઉધના દરવાજાથી ડાબે ટન લઇ રીંગરોડ, અઠવાગેટ, ગુજરાત ગેસ સર્કલથી ડાબે ટન લઇ પાલ પાટિયા, ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકાશે.
  3. હજીરા તરફથી સુરત શહેર બહાર જતાં ભારે વાહનો પરત ઓએનજીસી ચાર રસ્તા બ્રીજ નીચેથી ડાબે ટન લઇ સાયણ ચેક પોસ્ટ, વેલંજા, સાયણ, કીમ ચોકડીથી પલસાણા તરફ જઈ શકાશે.
  1. વિશ્વ સમક્ષ ભારતનું નવલું નજરાણું : સુરત ડાયમંડ બુર્સ, વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ સેન્ટરની વિશેષતા જાણીને તમે પણ કહેશો હા મોજ ! હા...
  2. ઓમાનના સુલતાન ભારતની ત્રિ-દિવસીય મુલાકાતે, દિલ્હીમાં PM નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી
Last Updated : Dec 17, 2023, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details