સુરત:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ ફર્સ્ટ લેડી જીલ બિડેનને જે ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો હતો. તે સુરતના રત્નકલાકાર ફૂરજી મકવાણાની નાનકડી ડાયમંડ ઘસવાની ઘંટી પર કટ એન્ડ પોલિશ્ડ કરવામા આવ્યો છે. હાલ વ્હાઇટ હાઉસમાં જે 7.5-કેરેટ લેબ-ગ્રોન ડાયમંડ (LGD) છે તે સુરત ની ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં તૈયાર કરાયો હતો.આ કંપની ના રત્નકલાકાર કૂરજી મકવાણાએ ગ્રીન ડાયમંડને તૈયાર કર્યા છે. રીયલ ડાયમંડ પોલિશિંગ વિભાગમાં અગાઉ નોકરી કરનાર મકવાણાને 29 વર્ષનો અનુભવ છે. તેઓએ રાજકોટ જિલ્લાના જસદણના શિવરાજપુરના મૂળ વતની છે. કુદરતી હીરામાં કામ ઘટ્યા પછી તેઓએ એલજીડીને પોલિશ્ડ કરવાનું શરૂ કર્યું હતું. તેમાં તેઓ બે લાખ રૂપિયા પગાર ધરાવે છે.
Surat News: ધો.10 પાસ રત્નકલાકારે બનાવેલો ગ્રીન ડાયમંડ મોદીએ ફર્સ્ટ લેડી જીલ બિડેન ગિફ્ટ કર્યો - PM Modi
સુરત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ ફર્સ્ટ લેડી જીલ બિડેનને ભેટમાં જે ગ્રીન ડાયમંડ આપ્યો હતો તેણે સુરતનાં દસમા ધોરણ પાસ રત્નકલાકારે પોલિશ્ડ કર્યા છે. સાંભળી ને આશ્ચર્ય થશે પરંતુ જે 7.5-કેરેટ લેબ-ગ્રોન ડાયમંડ (LGD) વ્હાઇટ હાઉસમાં છે તેણે સુરતનાં એક 45 વર્ષીય ધો. દસ પાસ રત્નકલાકાર કૂરજી મકવાણાએ કટ એન્ડ પોલિશ્ડ કર્યા છે.
" મકવાણાએ એક ઉદાહરણ છે કે કેવી રીતે LGD ઉદ્યોગ ઘણા લોકો માટે તકો ઉભી કરી રહ્યું છે અને તેઓ શ્રેષ્ઠ વેતન કમાઈ રહ્યા છે. LGD એ આપણા પીએમ નરેન્દ્ર મોદીના મેક ઇન ઈન્ડિયા કોન્સેપ્ટ પર આધારિત છે. આ ડાયમંડ નેચરલ નથી તેમ છતાં નેચરલની ગુણવત્તા ધરાવે છે.આ ડાયમંડ લેબમાં તૈયાર થાય છે અને ત્યાર પછી તેને કટ અને પોલિશ્ડ કરવામાં આવે છે. ડાયમંડને તૈયાર કરવામાં સાતથી આઠ મહિના લાગ્યા છે. ખાસ પ્રેશર અને કેમિકલ થી આ ડાયમંડને લેબમાં તૈયાર કરાય છે. સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી હોય છે"-- મુકેશ પટેલે (ગ્રીનલેબ ડાયમંડના ચેરમેન)
ભેટ માટે પસંદ:ખરેખર મારા માટે ગર્વની વાત છેકૂરજી મકવાણાએ જણાવ્યુ હતું કે, ઈચ્છાપોરના ગ્રીનલેબ યુનિટમાં ઉગાડવામાં આવતો રફ લગભગ 21 કેરેટનો હતો અને તેનો એક ભાગ અમે કટ એન્ડ પોલિશ્ડ કરી 7.5-કેરેટ લેબ-ગ્રોન ડાયમંડ તૈયાર કર્યો. જેને પીએમ મોદી સાહેબે ભેટમાં આપેલો.મને ખબર ન હતી કે હું જે હીરાને પોલિશ્ડ કરી રહ્યો હતો તે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના નેતાને ભેટમાં આપવામાં આવશે. તે ખરેખર મારા માટે ગર્વની વાત છે, અને હું ખૂબ જ ખુશ છું કે પીએમ મોદીએ ડાયમંડ તૈયાર કર્યો તેને ભેટ માટે પસંદ કર્યો હતો.