ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદીએ કોની સામે લેબગ્રોન ડાયમંડ વિશે જાણવામાં વધુ રુચિ બતાવી - લેબગ્રોન ડાયમંડ

સુરત: ધી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ટેકસ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે શુભેચ્છા મુલાકાતે ગયા હતા ત્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મીયતા બતાવી ભાઈઓ બોલો શું રજૂઆત કરવા આવ્યા છો. કીધું.. ઉદ્યોગપતિઓની રજૂઆત આત્મીયતાથી સામે તેમને લેબગ્રોન ડાયમંડ વિશે જાણવામાં વધુ રુચિ બતાવી હતી.

ETV BHARAT
PM મોદી

By

Published : Jan 2, 2020, 5:06 PM IST

Updated : Jan 2, 2020, 5:28 PM IST

આ સમગ્ર ચર્ચા 22 મિનિટ સુધી ગુજરાતીમાં કરવામાં આવી હતી. તમામ ઉદ્યોગોની રજૂઆત સાંભળી રહેલા PM મોદીએ લેબગ્રીન ડાયમંડ વિશે પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી. લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ વચ્ચે શું તફાવત હોય છે, તેની જાણકારી પણ મેળવી હતી.

શું છે લેબગ્રોન ડાયમંડ

છેલ્લા ઘણા સમયથી હીરાઉદ્યોગમાં નેચરલ ડાયમંડની સરખામણીમાં લેબગ્રોન ડાયમંડ એટલે સિન્થેટિક ડાયમંડની ડિમાન્ડ વધી છે. લેબોરેટરીમાં ઉત્પન્ન થતા આ લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હીરા ઉદ્યોગમાં મંદીના વમળ વચ્ચે પણ સિન્થેટિક ડાયમંડમાં તે જૂનું માહોલ જોવા મળ્યો છે. સુરતમાં વર્ષ 2018માં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન 83 કરોડ જેટલું થયું હતું. જે ઓગસ્ટ 2019માં વધીને 391 જેટલું થઇ ગયું છે.

PM મોદીએ કોણી સામે લેબગ્રોન ડાયમંડ વિશે જાણવામાં વધુ રુચિ બતાવી
સમગ્ર વિશ્વમાં સુરત હીરાના ઉદ્યોગમાં પ્રખ્યાત છે. સુરતના હીરા દેશ-વિદેશમાં વખણાય છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી અસલી હીરા જેવા જ સિન્થેટિક હીરા લેબોરેટરીમાં બને છે અને આકર્ષણ જમાવ્યું છે. નેચરલ હીરાની ખાણમાંથી કાઢ્યા બાદ તેના પર વિવિધ પ્રોસેસ કરવામાં આવે છે અને ત્યારબાદ એક નેચરલ હીરો તૈયાર થાય છે. તે રીતે સિન્થેટિક ડાયમંડ અને લેબોરેટરીમાં ઉત્પન્ન કરવામાં આવે છે, જોકે નેચરલ હીરાની સરખામણીમાં સિન્થેટિક ડાયમંડ સુરતમાં જ બનતા હોવાથી તેની આયાત કરવામાં આવતી નથી. તેથી આયાતનો ખર્ચ બચી જાય છે. જ્યારે નેચરલ હીરાને પહેલા રફ ડાયમંડ તરીકે આયાત કર્યા બાદ તેને કટિંગ પોલિશિંગ કરી તૈયાર કરી તેની નિકાસ કરવામાં આવતી હોવાથી તેમાં ખર્ચ વધી જતો હોય છે.PM મોદીની આગવી શૈલી અને આત્મીયતાને કારણે સુરતના ઉદ્યોગપતિઓ પણ તેમની નિખાલસતાથી પ્રભાવિત થયા હતા.
Last Updated : Jan 2, 2020, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details