સુરતઃઆઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના (Azadi Ka Amrut Mahotsav)ભાગરૂપે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની 13 જેટલી જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ (Garib Kalyan Sammelan)સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ સુરતમાં પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીયપ્રધાન દર્શનાબહેન જરદોશ, રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈતે ઉપરાંત શહેરના મેયર, શહેર કલેકટર, ધારાસભ્યો, ભાજપના નેતાઓ અને શહેરના કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારની 13 જેટલી જનકલ્યાણકારી યોજનાઓના લાભ લેનાર મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે કેન્દ્રીયપ્રધાન દર્શનાબેન જરદોશ અને રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઇએ સંવાદ કર્યો હતો.
આ પણ વાંચોઃપીએમ મોદીના 8 વર્ષ શાસનની ઉજવણી : રાજ્યના 33 જિલ્લામાં થશે કાર્યક્રમ, સીએમ ક્યાં હાજર રહેશે?
દેશના લોકો સાથે વાર્તાલાપ કર્યો -વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 8 વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે ભારત સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે તે લોકો સુધી પહોંચી છે. ખાસ કરીને જે મહિલાઓ છે તેમને પણ આ બધી યોજનાઓનો ફાયદો થયો છે. તે લોકો સાથે આજે સંવાદનો કાર્યક્રમ થયો છે. આજે વાડાપ્રધાને દેશના લોકો સાથે વાર્તાલાપ કર્યો છે. સુરત શહેર અને જિલ્લાના લાભાર્થીઓ સાથે વાત કરીને ખુબ જ આનંદ થયો છે. ખાસ કરીને બેહનોને જયારે પોતાના નામે ઘર મળ્યું, પોતાના વ્યવસાય કરવા માટે નાણા મળ્યા અને લોકો પગભર થયા છે. અમે કુલ 17 જેટલા લાભાર્થીઓને જોડે ચર્ચા કરી છે. એમાં કેટલા સુરત શહેર અને કેટલાક ગ્રામ્ય વિસ્તાર લોકો હતા.
દરેક નાગરીકોને યોજનાઓનો લાભ મળે એવા પ્રયત્ન -વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે લોકોના સુખાકારી માટે જે યોજનાઓ ગુજરાતમાં બનાવી છે. ગુજરાત મોડલ યોજનાઓ સમગ્ર દેશમાં બનાવી લાભદાયક સાબિત થયું છે ત્યારે ભારતના દરેક નાગરીકોને આ યોજનાઓનો લાભ મળે એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ યોજનાઓમાં લોકોને કઈ કઈ રીતે લાભ થયા છે તેનું આકલન કરવા માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.