ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની એક લગ્ન કંકોત્રીમાં સુભાષચંદ્ર, ભગતસિંહની ઝલક મળી જોવા - independent India in printed Wedding Kankotri

સુરતના એક યુવકે પોતાની લગ્નની કંકોત્રીમાં સ્વતંત્ર ભારતના લડવૈયાઓને (Wedding Kankotri in Surat) સ્થાન આપ્યું છે. તે ઉપરાંત કંકોત્રીના પ્રથમ પાને 75માં આઝાદી કા અમૃત મહોત્સવની છભી પણ છપાવી છે. આ પ્રકારની લગ્નની કંકોત્રી છાપવા પાછળનું શું છે કારણ આવો જાણીએ. (Kankotri Design 2022)

સુરતની એક લગ્ન કંકોત્રીમાં સુભાષચંદ્ર, ભગતસિંહની ઝલક મળી જોવા
સુરતની એક લગ્ન કંકોત્રીમાં સુભાષચંદ્ર, ભગતસિંહની ઝલક મળી જોવા

By

Published : Dec 6, 2022, 4:29 PM IST

સુરત : રાજ્યમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે લોકો કંકોત્રી (Kankotri Design 2022) છપાવતા હોય છે. તેમાં સામાન્ય રીતે કંકોત્રીમાં ભગવાન અને પરિવારોના નામ હોય છે. પરંતુ સુરતના કિરણ ચાવડા નામના યુવક જેમના તારીખ 8ના રોજ લગ્ન છે, ત્યારે તેમણે પોતાની એક અનોખી કંકોત્રી (Wedding Kankotri in Surat) છપાવી છે. આ કંકોત્રીમાં ભગવાનની સાથે સ્વતંત્ર ભારતના લડવૈયા એવા સરદાર વલ્લભભાઈ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહની ઝલક જોવા મળી રહી છે. (independent India in printed Wedding Kankotri)

સુરતના યુવકે લગ્ન કંકોત્રીમાં સુભાષચંદ્ર, ભગતસિંહને આપ્યું સ્થાન

કંકોત્રી છપાવનારે શું કહ્યું કરણ ચાવડાએ જણાવ્યું હતું કે, હું તમને ગર્વની સાથે કહી રહ્યો છુ કે, આઝાદીના 75માં વર્ષે એટલે કે આઝાદીના અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. આપણે ત્રણ ચાર મહિના પહેલા જોયું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મારો વિચાર હતો કે, આપણે વ્યક્તિગત રીતે પણ આઝાદી તો અમૃત મહોત્સવની ઉજવણી કરી શકીએ છીએ. તો સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ તથા નવ યુવાનોના આદર્શ ક્રાંતિકારી ભગતસિંહને મેં મારી કંકોત્રીમાં સ્થાન આપ્યું છે. દેવી દેવતાઓ સ્થાન તો આપ્યું છે. આપણા દેશના સ્વતંત્ર માટે લડનાર મહાન ક્રાંતિકારીઓ પણ આપણા માટે ભગવાન છે. (Wedding Kankotri Pattern)

કંકોત્રીમાં લડવૈયાઓને સ્થાન આપવાનું પાછળનું કારણવધુમાં જણાવ્યું કે, કંકોત્રીમાં સ્વાતંત્ર્યભારતના લડવૈયાનું સ્થાન આપવાનું પાછળનું (kankotri format in gujarati) કારણ કે આજની યુવાપેઢી અને સ્વાતંત્ર્ય ભારતના લડવૈયા વચ્ચે ખુબ મોટો ફાંસલો છે. તો મેં વિચાર્યું કે હું મારા યુવા મિત્રોને કંકોત્રી આપીશ તો રાજ્યમાં હજારો લોકોને આ કંકોત્રી ગઈ છે. દરેક લોકો આ કંકોત્રી જોશે. આ લોકોના કારણે જ આપણે આગળ લઈને જશે. મારા લગ્ન સ્વતંત્ર ભારતમાં થઈ રહ્યા છે. તો મારું માનવું છે કે, આવા ક્રાંતિકારીઓને કારણે જ આજે અમે આવા દિવસો જોઈ રહ્યા છીએ. (kankotri design gujarati)

ABOUT THE AUTHOR

...view details