ગુજરાત

gujarat

ETV Bharat / state

ડૉક્ટરે ટ્રેઇની નર્સ સાથે કરી અશ્લીલ હરકત, આરોપી ડૉક્ટરની ધરપકડ - ડો. જીજાબ રાવ પાટીલ

કોરોનાના સમયમાં જ્યાં લોકો ડોક્ટરને ભગવાન માની રહ્યા છે, ત્યારે બીજી તરફ સુરતમાં ડોક્ટર ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. લિંબાયત વિસ્તારમાં પંકજ હોસ્પિટલ ચલાવતા ડો. જીજાબ રાવ પાટીલ ઉપર ગંભીર આરોપ તેની જ હોસ્પિટલના ટ્રેઇની નર્સ દ્વારા લગાડવામાં આવ્યા છે.

ડોક્ટર ઉપર ગંભીર આરોપ
ડોક્ટર ઉપર ગંભીર આરોપ

By

Published : Aug 26, 2020, 2:56 PM IST

સુરત: કોરોનાના સમયમાં જ્યાં લોકો ડૉક્ટરને ભગવાન માની રહ્યા છે, ત્યારે બીજી તરફ સુરતમાં ડૉક્ટર ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. 16 વર્ષની ટ્રેઇની નર્સે ડૉક્ટર ઉપર આરોપ લગાવ્યા છે કે, ડૉક્ટરે તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી. આ ઘટના અંગે ફરિયાદીએ પરિવારને જણાવતા પોલીસ મથકમાં ડૉક્ટર વિરુદ્ધ પોસ્કો અને એસ.ટી, એસ.સી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસ દ્વારા આરોપી ડૉક્ટરની ધરપકડ પણ કરાઈ છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં પંકજ હોસ્પિટલ ચલાવતા ડૉ. જીજાબ રાવ પાટીલનો હેવાનિયત ભરેલું કૃત્ય સામે આવ્યું છે. ડૉક્ટરે પોતાની હોસ્પિટલમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતી 16 વર્ષની કિશોરી સાથે શારીરિક છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો છે. લિંબાયત પોલીસને લખાવેલી ફરિયાદ મુજબ ત્રણ મહિના અગાઉ જ આ કિશોરી ટ્રેઇની નર્સ તરીકે હોસ્પિટલમાં ફરજ પર જોડાઈ હતી.

ડોક્ટર ઉપર ગંભીર આરોપ

મળતી માહીતી મુજબ, હર્નિયાનું ઓપરેશન હોવાના કારણે ડૉક્ટરે કિશોરી નર્સને ઓપરેશન થિયેટરમાં તમામ તૈયારીઓ કરવા માટે જણાવ્યું હતું. જ્યારે પીડિતા ઓપરેશન થિયેટરમાં જઇને ઓપરેશન અંગેની તૈયારીઓ કરવા લાગી હતી. તે દરમિયાન ડૉ. જીજાબ રાવ પાટીલ પાછળથી આવ્યા હતા અને તેની સાથે અશ્લીલ હરકત કરી હતી. કિશોરીએ આ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરી હતી. પરિવારના સભ્યો હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. જે બાદ પરિવાર દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવમાં આવી હતી.

પીડિતા કિશોરી મૂળ બરોડા જિલ્લાના આદિવાસી પરિવારની હોવાથી ST સેલને આ તમામ ઘટનાક્રમ અંગે તપાસ સોંપવામાં આવી છે. આરોપી ડૉક્ટરની ધરપકડ પણ કરાઈ છે સાથે પીડિતા માત્ર 16 વર્ષની હોવાના કારણે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details