સુરતઃશહેરમાં જોડિયા બહેનને પીંખાતા 5 વર્ષીય બાળકીએ બચાવી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બાળકીની સતર્કતાના કારણે તેની બહેન સાથે અઘટિત ઘટના બનતા રહી ગઈ હતી. પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલી માતાની 2 જોડિયા બહેનો રમી રહી હતી ત્યારે એક યુવાન 5 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરતો હતો. તેને જોઈ બીજી બહેને આ અંગેની જાણકારી માતાને કરી હતી. માતાએ ત્યાં આવીને યુવકને પકડીને તેને 2 લાફા ઝીંકતા તે ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટના અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચોRajkot Crime: ધો 7ની વિદ્યાર્થિનીને શિક્ષકે કર્યા અડપલા, પોલીસ ફરિયાદ
અજાણ્યા શખ્સે કર્યા અડપલાંઃ મળતી માહિતી અનુસાર, કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ફાર્મ હાઉસ ખાતે સીમંતનો કાર્યક્રમ હતો, જ્યાં એક મહિલા પોતાની 5 વર્ષીય 2 જૂડવા બાળકી સાથે ઉપસ્થિત હતી. જ્યારે માતા પ્રસંગમાં વ્યસ્ત હતી. ત્યારે તેમની 2 બાળકીઓ ત્યાં રમી રહી હતી. તે જ વખતે એક અજાણ્યો શખ્સ બાળકીને એકાંતમાં લઈ ગયો ને તેની સાથે શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. જોકે, બાળકીની બહેને આ અંગે માતાને વાત કરી ત્યારે માતાએ આવીને જોયું તો અજાણ્યો શખ્સ બાળકી સાથે શારીરિક અડપલા કરી રહ્યો હતો.