ગુજરાત

gujarat

ETV Bharat / state

બાયોડીઝલની આડમાં ગેરકાયદેસર ઈંધણનું વેચાણ બંધ કરાવવા પેટ્રોલપંપ એસોસિએશનની માગ - પેટ્રોલપંપ એસોસિએશન

સુરત અને તાપી જિલ્લામાં બાયોડીઝલની આડમાં ચાલી રહેલા ગેરકાયદેસર ઈંધણ વેચાણ બંધ કરાવવા માટે સુરત તાપી જિલ્લા પેટ્રોલપંપ ડીસર્સ એસોસિએશન દ્વારા સુરત જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું .

ગેરકાયદે ઈંધણનું વેચાણ
ગેરકાયદે ઈંધણનું વેચાણ

By

Published : Sep 23, 2020, 7:23 AM IST

સુરત: સુરત અને તાપી જિલ્લામાં મંજૂરી વગર અનેક બાયોડીઝલ પંપ ખૂલી ગયા છે. અગાઉ એસોસિએશન દ્વારા સુરત અને તાપી જિલ્લા કલેક્ટરને રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે ગતરોજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી બાયોડીઝલના નામે હલકી કક્ષાના ઈંધણનું કોઈ પણ પ્રકારની પરવાનગી વગર વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે.

આ ઉપરાંત સરકારને પણ કરોડો રૂપિયાનો ચૂનો લાગી રહ્યો છે. આથી સુરત અને તાપી જિલ્લા પેટ્રોલપંપ ડીલર્સ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડાને પણ આવેદનપત્ર આપી આવા ગેરકાયદેસર રીતે ચાલતા બાયોડીઝલ પંપ સામે કાર્યવાહી કરી તેને બંધ કરાવવાની માગ કરવામાં આવી હતી. આ આવેદન પત્ર મુખ્યપ્રધાન, વડોદરા સ્થિત એક્સ્પોઝિવ ડિપાર્ટમેન્ટ અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર તેમજ જિલ્લાના કડોદરા, કરમેજ, બારડોલી, કીમ, કોસંબા અને પલસાણા પોલીસ મથકે પણ રવાના કરવામાં આવ્યું હતું.

અધિકૃત બાયોડીઝલના વેચાણ માટે પણ સરકારની ગાઈડલાઇન મુજબ જરૂરી હાઇવે ઓથોરીટી, પોલીસ કમિશ્નર, કલેક્ટરની એનઓસી, એક્સ્પ્લોઝિવ વિભાગનું લાયસન્સ તથા બાંધકામ માટેની જરૂરી ઓથોરીટીનું બાંધકામ અંગેની પરવાનગી લેવાની હોય છે, પરંતુ આવી કોઈ પરવાનગી લેવામાં આવતી નથી.

ABOUT THE AUTHOR

...view details