સુરત: શહેરની મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટસીટી અંતર્ગત શહેના પુણા પર્વતગામના વિસ્તારોમાં પાણીનું મીટર (Water meter in Surat)લગાવામાં આવેલ છે. શહેરના પુણા-પર્વતગામના વિસ્તારોમાં 1500થી વધુનું પાણીનું મીટર લગાવામાં આવ્યું છે. SMC તરફથી તમામ લોકોને પાણીના બિલમાટે SMS થી મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં 20,000થી 37,000 તો કોઈને 70,000 આ બિલ (Water bill in Surat)એક મહિનાનું આપવામાં આવ્યું છે. જેને લઈને રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે પાલિકાએ (Surat Municipal Corporation)આ મુદે પેહલા જ ચોખવટ કરી કે આ મેસેજ ટેક્નિકલ ભૂલથી મોકલવામાં આવ્યો છે. તેમ છતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે.
કોઈપણ ધનવાન માણસને પણન પોસાય -જયવીર સોસાયટીના પ્રમુખ દુર્લભ ભાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 11 વર્ષથી અહીંયા રહીએ છીએ અને અમારી સોસાયટીની અંદર 18 મકાન આવેલા છે. અમે જ્યારે SMC તરફથી પાણીના મીટર મૂકવાની વાત થયેલી ત્યારે અમે તેમને કહ્યું કે તમે કયા કારણસર મૂકો છો ? સ્માર્ટ સીટી અંતર્ગત દરેક સોસાયટીની અંદર પાણીના મીટર આવશે અને ત્યારબાદ સુરતમાં એક સાથે પાણીના બિલ જનરેટ થશે એવી રીતે અમેને અંધારામાં રાખી અને અમારા સભ્યોની સહી લીધી અને અમુક તો સાઈન નથી કરી તેમ છતાં પણ મીટર મૂકી દીધા છે.
આ પણ વાંચોઃઆ હોસ્પિટલને બિરયાની રૂપિયા 3 લાખમાં પડી, સરેરાશ બિલ જોયું તો સૌ કોઈ ચોંકી ગયા