- સુરતમાં કતારગામ વિસ્તારના તાપીનગરમાં લોકોએ ઉજવી જન્માષ્ટમી
- કોરોનાના નિયમોને નેવે મુકી લોકોએ જન્માષ્ટમીના દિવસે માટલી ફોડી
- જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે લોકોની ભીડ જોવા મળી
સુરતઃ કતારગામ વિસ્તારમાં આવેલા તાપી નગરમાં જન્માષ્ટમીના અવસરે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ સાથે જ લોકોએ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. ત્યારે આ વીડિયો અત્યારે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. તેમ જ લોકોએ કોરોના ગાઈડલાઈનનું પણ ઉલ્લંઘન કર્યું છે.
આ પણ વાંચો-સુરતના ACPએ જાહેરમાં કેક કાપી પોલીસ કમિશનરના જાહેરનામાનો ખૂલ્લેઆમ ભંગ કર્યો
તાપીનગરના લોકોએ કરેલી ઉજવણીમાં ભીડ ઉમટી
સુરતના કતારગામગામ વિસ્તારમાં આવેલા તાપી નગરનો વીડિયો અત્યારે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, જન્માષ્ટમીની ઉજવણી માટે તાપી નગરના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકઠાં થયા હતા અને લોકો માસ્ક વગર પણ જોવા માળિયા હતા અને સાથે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો. લોકોએ કોરોનાના નિયમો નેવે મૂકી માટલી પણ ફોડી હતી અને સાથે મળી લોકો ડાન્સ કરતા પણ નજરે જોવામાં આવી રહ્યા છે. જોકે, મંજૂરી નહતી હતી તેમ છતાં તાપી નગરના લોકોએ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.