સુરતઆઝાદી કા અમૃત મહોત્સવ માટે Azadi ka Amrit Mohotsav અનેક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. તાપી વન વિભાગ દ્વારા પણ હર ઘર તિરંગા અભિયાનHar Ghar Tiranga અંગે જાગૃતિ લાવવા માટે પણ અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મોનસુન દરમિયાન અનેક ધોધ જોવા માટે વન વિભાગ દ્વારા ટ્રેકિંગનુંTapi Forest Department આયોજન કરવામાં આવતું હોય છે. આઝાદી કા અમૃત મહોત્સવ પહેલાં આયોજિત ટ્રેકિંગમાં આવનાર લોકો પ્રકૃતિની મજા તો માણી હતી સાથે હાથમાં તિરંગા લઈ સંકલ્પ લીધો હતો કે હર ઘર તિરંગા યાત્રામાં જોડાશે હર ઘર તિરંગા અભિયાન માટે તાપી વન વિભાગ દ્વારા ખાસ અભિયાન કરી રહ્યું છે.
દેશ ભક્તિના રંગમાં રંગાયા લોકો વિભાગ દ્વારા ખાસ ટ્રેકિંગનું આયોજનવર્ષ 2017 થી મોન્સૂન સિઝનમ તાપી વન વિભાગ દ્વારા ટ્રેકિંગનું Forest Department Trackingઆયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકોને શહેરના કોન્ક્રીટના જંગલોથી દુર પ્રાકૃતિક સૌંદર્ય જોવાની તક મળતી હોય છે. વન વિભાગ દ્વારા ખાસ ટ્રેકિંગનું આયોજન કરવામાં આવતું હોય છે જે પાંચથી લઇ 12 કિલોમીટર સુધીના હોય છે અને પહાડ નદી સાથે ધોધ જોવાની તક લોકોને આ ટ્રેકિંગના માધ્યમથી મળે છે. દર ટ્રેકિંગમાં 300 થી લઈ 500 લોકો જોડાતા હોય છે.
આ પણ વાંચોPM મોદીના માતા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયાં
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરીઆ વખતે આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા Tapi Forest Department ખાસ ઘર તિરંગા અભિયાનને લોકો સુધી પહોંચાડવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. ટ્રેકિંગ માટે આવનાર લોકોને તિરંગા આપી ટ્રેકિંગમાં પ્રાકૃતિક દ્રશ્યો સાથે એક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. તાપી વન વિભાગ દ્વારા મલંગ દેવ રેન્જમાં સિમેન્ટ ધોજ પાસે ટ્રેકિંગ યોજવામાં આવ્યું હતું 11 કિલોમીટરના ટ્રેકમાં 300 લોકો ભાગ લીધો હતો અને ચીમર ધોધ જોયું હતું. સાથે સાત લોકો હાથમાં તિરંગા લઈ ભારત માતાકી જયનો નારો લગાવ્યો હતો. પ્રકૃતિની ગોદમાં ભારત માતાકી જયનો નારો લગાવી લોકોએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી.
તિરંગા અભિયાનને લઈને જાગૃતિCFO સી. કે. સોનવણે એ જણાવ્યું હતું કે મોનસુનમાં ચારે બાજુ પ્રકૃતિથી ખીલી જતી હોય છે અને પ્રકૃતિનો આ નજારો લોકો જોઈ શકે આ માટે અમે ટ્રેકિંગનું પણ આયોજન કરતા હોઈએ છીએ. 2017 થી આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવને લઈ અમે પ્રયાસ કરી રહ્યા છે કે લોકો હર ઘર તિરંગા અભિયાનથી જોડાયા માટે ટ્રેકિંગ પર આવનાર લોકોને અમે ખાસ તિરંગા પણ આપી રહ્યા છે અને જાગૃત પણ કરી રહ્યા છે.
આ પણ વાંચોઆ રાષ્ટ્રધ્વજ સૌની પસંદ બન્યા હોવાથી દિવાળીની જેમ થઈ રહી છે ધૂમ ખરીદી
પ્રાકૃતિક નજારો જોવા મળતા હોય -તાપી વન વિભાગના DFO આનંદ કુમારે જણાવ્યું હતું કે ટ્રેકિંગનું આયોજન છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે અને લોકોને આ ટ્રેકિંગ કરવામાં મજા પણ પડી રહી છે તાપી જિલ્લાના નજીકના જિલ્લાઓથી લોકો ટ્રેકિંગ કરવા આવતા હોય છે અને તમામ શહેરોમાં રહેતા લોકો છે અહીં પ્રાકૃતિક નજારો જોવા મળતા હોય છે આઝાદી કા અમૃત મહોત્સવને લઈ અમે લોકોને જાગૃત પણ કરી રહ્યા છે અને આ ઉત્સવને લઈને લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યું છે.