ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓરિસ્સા સમાજના લોકો પણ હવેથી મા વાત્સલ્ય કાર્ડનો લાભ લઇ શકશે - People from Orissa society

સુરત: વર્ષોથી સુરતમાં રહેતા ઓરિસ્સા સમાજના લોકો માટે રાહતના સમાચાર છે. હવે તેઓ પણ ગુજરાત સરકારના મા વાત્સલ્ય કાર્ડના લાભાર્થી બની શકશે. મહત્વના દસ્તાવેજ ન હોવાના કારણે તેઓ અત્યાર સુધી આ સુવિધાનો લાભ લઈ શકતા નહોતા પરંતુ, હવે ખાસ સખી મંડળ દ્વારા આયોજિત કેમ્પના કારણે તેઓ આ લાભ લઇ શકશે.

સુરત

By

Published : Nov 17, 2019, 6:24 PM IST

ઓરિસ્સાથી આવી સુરતને પોતાની કર્મભૂમિ બનાવનાર ઓરિસ્સા સમાજના લોકો અહી પરિવાર સાથે વર્ષોથી રહે છે પરંતુ, સરકારી સુવિધાઓનો લાભ તેઓને મળતો નહોતો. કારણ કે તેમની પાસે જરૂરિયાત પ્રમાણેના દસ્તાવેજ ન હોવાના કારણે તેઓ ગુજરાત સરકારની મહત્વની યોજનાઓથી વંચિત રહેતા હતાં.

ઓરિસ્સા સમાજના લોકો પણ હવેથી મા વાત્સલ્ય કાર્ડનો લાભ લઇ શકશે

સુરત ઓરિસ્સા સમાજના આગેવાનો દ્વારા ખાસ પહેલ કરવામાં આવી અને તેઓને સખીમંડળના માધ્યમથી એકત્ર કરી બેંકમાં ખાતા ખોલાવી મહત્વના દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતાં. જેને કારણે તેઓ હવે રાજ્ય સરકારના મા વાત્સલ્ય કાર્ડનો લાભ લઇ શકશે. ઓરિસ્સાથી હજારો કિલોમીટર દૂર આવી સુરતમાં રહેતા ઓરિસ્સા સમાજના લોકો હવે પાંચ લાખ સુધીનો મેડિકલ લાભ અને મેજર ઓપરેશન નિ:શુલ્ક ગુજરાતની મોટી હોસ્પિટલમાં કરાવી શકશે. આ કાર્ડ આપવા માટેના જરૂરી દસ્તાવેજોને જમા લેવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ઓડીસાના લોકોએ ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details