સુરત: મનપા દ્વારા તાજેતરમાં ચાર ઝોન વિસ્તારમાં 1200 કરોડથી વધુના ખર્ચે ત્રણ એજન્સીઓને ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનથી લઇને વેસ્ટની સંપૂર્ણ નિકાલ સુધીની કામગીરી માટેનો 10 વર્ષનો ઓપરેશન મેન્ટેનન્સ સાથેનો કોન્ટ્રાક્ટ સોંપ્યો છે. હવે સંપૂર્ણ સુરત શહેરમાં જે-તે ઝોનમાં કચરાના ઉપાડ-નિકાલ માટેની કામગીરી એક જ એજન્સીને સોંપી દેવામાં આવી છે.
Surat News: પાંચ વર્ષમાં ડોર ટૂ ડોર એજન્સીના કોન્ટ્રાક્ટરો પાસેથી અધધ 6.73 કરોડની પેનલ્ટી વસૂલવામાં આવી - agency contractors in Surat last five years
છેલ્લા પાંચ વર્ષમાં ડોર ટૂ ડોર એજન્સીના કોન્ટ્રાક્ટરો પાસેથી અધધ 6.73 કરોડની પેનલ્ટી વસૂલવામાં આવી છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટૂ ટેન્ડરોમાં સમયસ૨ વાહનો જે-તે વિસ્તારોમાં ન જાય, વાહનોમાંથી કચરો રસ્તામાં પડે, સૂકા અને ભીના કચરાના અલગ એકત્રિકરણ વગેરે સહિતની કામગીરી માટે કોઇપણ અનિયમિતતા જણાય તો મનપા દ્વારા ટેન્ડરોમાં કડક પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવી છે.
Published : Oct 27, 2023, 8:28 AM IST
ડોર ટૂ ડોર:અત્યાર સુધી ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશનથી લઇને ટૂ અન્ય આનુષંગિક કામગીરી માટે અલગ-અલગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપાતા હોવાથી સંકલનમાં પણ મુશ્કેલી ઊભી થતી હતી. ટેન્ડરોની શરતો મુજબ જે-તે એજન્સી દ્વારા શરતોનો ભંગ થતો હોય તો મનપા દ્વારા મસમોટી પેનલ્ટીની પણ જોગવાઇ કરવામાં આવી છે. નવા ટેન્ડરોમાં પણ આ જોગવાઇ યથાવત રાખવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં રાંદેર ઝોનમાં 1.12 કરોડ, કતારગામ ઝોનમાં 37.70 લાખ, અઠવા ઝોનમાં 53.77 લાખ, સેન્ટ્રલ ઝોનમાં 66.67 લાખ, પૂર્વ ઝોન- એમાં 77.12 લાખ, પૂર્વ ઝોન- બીમાં 29.26 લાખ, ઉધના ઝોનમાં 1.44 કરોડ તેમજ લિંબાયત ઝોનમાં 1.53 કરોડ રૂપિયાની પેનલ્ટી ટેન્ડરની શરતના ભંગ બદલ જે-તે એજન્સી પાસે વસૂલવામાં આવી છે.
અંતિમ નિકાલ સુધીની કામગીરી: આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગના અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, વરાછા ઝોન-એ/બી, રાંદેર ઝોન, સેન્ટ્રલઝોન-એ અને ઉધના ઝોન-એ/બીમાં ત્રણ એજન્સીઓને 10 વર્ષનો કચરાના ઘરથી લઇને અંતિમ નિકાલ સુધીની કામગીરી માટેનો કોન્ટ્રાક્ટ બે વર્ષ પૂર્વે સોંપવામાં આવ્યા હતા. જ્યારે બાકી રહેલ ચાર ઝોનના કોન્ટ્રાક્ટ પણ 1200 કરોડથી વધુના ખર્ચે ત્રણ એજન્સીઓને સોંપી દેવામાં આવ્યા છે.
- Surat Farmer Issue : પાવરગ્રીડની નવી લાઇનનું બાકી વળતર ન ચુકવતા ખેડૂતોએ રામધૂન બોલાવી
- Surat Police Drive: 197 મહિલાઓને દેહવેપારના ધંધામાંથી મુક્ત કરાવાઈ, 90 જેટલા આરોપીઓની ધરપકડ
- Surat Daimond Bursh: ડાયમંડ નગરી સુરતમાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ બની તૈયાર, દશેરા પર્વે 1000 જેટલાં વેપારીઓએ ઓફિસોમાં મુક્યા કુંભ ઘડા