વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન કરનારા કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાની નિંદા થઈ રહી છે. સુરત ખાતે ભાજપના યુવા કાર્યકરોએ પવન ખેડા વિરુદ્ધ ભારે સુત્રોચાર કર્યા હતા. આ યુવા કાર્યકરોએ પવન ખેડાની તસવીર પણ સળગાવી હતી. પવન ખેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અટક મોદીના ફુલ ફોર્મ ખૂંખાર આતંકવાદી મૌલાના મસૂદ અઝહર, ઓસામા બિન લાદેન, દાઉદ ઈબ્રાહીમ તરીકે કરતા ભારે હંગામો મચ્યો હતો.
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ મોદી પર કર્યું વિવાદિત નિવેદન - modi
સુરત: કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં મોદીનો અર્થ બતાવતા તેઓએ આતંકીઓના નામ ગણાવી દીધા હતા. આજે આ નિવેદનના કારણે ભારે વિરોધ થઈ રહ્યો છે. સુરત ખાતે પણ 'મૈ ભી ચોકીદાર' ટી શર્ટ પહેરીને ભાજપ યુવા કાર્યકરોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. સુત્રોચાર કરી પવન ખેડાની તસવીરને આગ ચાપવામાં આવી હતી.
સ્પોટ ફોટો
એક ખાનગી ચેનલના કોન્કલેવમાં પવન ખેડાએ આ નિમ્ન સ્તરની ટિપ્પણી કરી હતી. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાની સાથે ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે, ‘મોદી (MODI)નો અર્થ મસૂદ અઝહર, ઓસામા બિન લાદેન, દાઉદ અને આઈએસઆઈ છે.’ પવન ખેડાનું આ નિવેદન કોંગ્રેસ માટે ચૂંટણીની મોસમમાં મુશ્કેલી પેદા કરી શકે તેમ છે.