ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના કાપોદ્રામાં પેટ્રોલ ચોરોનો આતંક આવ્યો સામે ઘટના CCTVમાં કેદ - સુરતમાં પેટ્રોલની ચોરી

સુરત: કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં પેટ્રોલ ચોરીની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

સુરત

By

Published : Oct 15, 2019, 11:50 AM IST

સુરતના વરાછા, કાપોદ્રા અને પુના વિસ્તારમાં પેટ્રોલ ચોરોનો આતંક સામે આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચોરની ટોળકીએ આતંક મચાવ્યો છે. પરંતુ, આ વખતે ચોરીની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. ગાયત્રી સોસાયટી નજીક આ ગેંગનો આતંક સામે આવ્યો છે. 4 થી 5 જેટલા લોકો પાર્ક કરેલી ગાડીમાંથી પેટ્રોલની ચોરી કરે છે અને ફરાર થઇ જાય છે.

સુરતના કાપોદ્રામાં પેટ્રોલ ચોરોનો આતંક આવ્યો સામે ઘટના CCTVમાં કેદ

CCTV કેમરામાં એક બાઈક પર 4 થી 5 લોકો બેઠેલાં દેખાય છે. જે બાદમાં પાર્ક કરેલી ગાડીમાંથી પેટ્રોલની ચોરી કરી ફરાર થઇ જાય છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસે વધતી ચોરીની ઘટનાઓ અંગે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details