સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગ્રીન એપાર્ટમેન્ટ અને જીલ્લાની પાર્ક આ એજ સ્થળ છે. જ્યાં મહા હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા માટે કાવતરૂં રચનાર પઠાણ બંધુઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતના એકજ પરિવારના 3 ભાઈઓ કમલેશ તિવારી હત્યા પ્રકરણના મુખ્ય સૂત્રધાર છે. સુરતના ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પઠાણ પરીવારના રશિદ અને શાહિદ પઠાણને ઉત્તર પ્રદેશ પોલીસે સુરતથી પકડી પાડ્યા છે.
કમલેશ તિવારીના વિવાદિત નિવેદનને કારણે ભારે રોષ હતો. આજ કારણ છે કે, પઠાણ બંધુઓએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું. 3 નવેમ્બરના રોજ શાહિદ પઠાણના લગ્ન હતા. જેના કારણે દુબઈથી રસીદ 2 મહિના અગાઉ સુરત આવ્યો હતો. રશીદ 23 વર્ષનો છે. અને દુબઈમાં એક કમ્પ્યુટર શોપમાં સેલ્સમેન તરીકે કામ કરે છે. અને રસીદ ના આવ્યા બાદ કમલેશ તિવારીની હત્યાનું કાવતરું રચવામાં આવ્યુ હતુ. જેમાં રસીદ અને સાહીદના મોટાભાઈ ફરીદ પણ સામેલ છે. હત્યારા ફરીદ અને અસફાકે ભગવા કપડાં પણ સુરતથી ખરીદ્યા હતા.