સુરત: અનામત આંદોલન દરમિયાન સુરત અને અમદાવાદમાં ફાટી નીકળેલી હિંસામાં સંડોવાયેલા પાટીદારો યુવાનો સામે પોલીસ દ્વારા પાટીદાર યુવાનો પર કેસો કરવામાં આવ્યાં હતાં. જેમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારોમાં પણ ભારે તોફાનો થયા હતા.
પાટીદાર આંદોલનઃ પાસની માગ- પાટીદાર યુવાનો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચો - પાટીદાર
પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત ખેંચવાની માગ સાથે સુરત પાસ સમિતિ દ્વારા રેસિડેન્ટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જો પાટીદાર યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત નહીં ખેંચવામાં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં રચનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી પણ પાસ નેતા અલ્પેશ કથીરિયાએ ઉચ્ચારી હતી.
આ તોફાન દરમિયાન સુરત પોલીસે તોફાનમાં જોડાયેલા પાટીદાર યુવાનો સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ખોટા કેસો પરત ખેંચવાની માગ પાસ સમિતિએ કરી છે. સોમવારે રોજ પાસ સમિતિ દ્વારા સુરતના રેસિડેન્ટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂવાત કરવામાં આવી છે.
આ અંગે પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર પોલીસે કરેલા ખોટા કેસો પરત ખેંચવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેમ છતા કેસો પરત ખેંચવામાં આવ્યા નથી. જો 15 દિવસમાં કરવામાં આવેલા ખોટા કેસ પરત નહીં ખેંચવામાં આવે, તો પાસ સમિતિ સમગ્ર ગુજરાતમાં રચનાત્મક કાર્યક્રમો કરશે.