ગુજરાત

gujarat

ETV Bharat / state

Paryushan 2023 : સુરત લાજપોર જેલમાં બંદીવાનો દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી, કઇ રીતે થઇ વ્યવસ્થા જાણો

પર્યુષણ પર્વની ઉજવણી ગુજરાતભરમાં થઈ રહી છે. ત્યારે સુરત શહેરના સચીન વિસ્તાર ખાતે આવેલી લાજપોર જેલમાં પણ બંદીવાનો પર્યુષણ પર્વની અનોખી ઉજવણી કરી રહ્યા છે. લાજપોર જેલમાં કારાવાસ ભોગવી રહેલા જૈન અને અજૈન બંદીવાનો મળીને પર્યુષણ પર્વની ઉજવણી કરી રહ્યા છે.

Paryushan 2023 : સુરત લાજપોર જેલમાં બંદીવાનો દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી, કઇ રીતે થઇ વ્યવસ્થા જાણો
Paryushan 2023 : સુરત લાજપોર જેલમાં બંદીવાનો દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી, કઇ રીતે થઇ વ્યવસ્થા જાણો

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 10:22 PM IST

સુરત : પર્યુષણ પર્વની આરાધના સમગ્ર ગુજરાતભરમાં હર્ષોઉલ્લાસથી કરવામાં આવી રહી છે. જૈન ધર્મના તમામ લોકો આ પર્વને લઈ ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે સુરત શહેરના સચીન વિસ્તાર ખાતે આવેલા લાજપોર મધ્યસ્થ જેલમાં પણ બંદીવાન પણ પર્યુષણ પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા છે.

લાજપોર જેલમાં ધર્મારાધન

જેલમાં પર્યુષણ પર્વનો વિચાર: 11 વર્ષ પહેલાં આ વિચાર સુરતની સંસ્થા કરુણા ટ્રસ્ટને આવ્યો અને તેઓએ બંદીવાન પણ પર્યુષણ પર્વની ઉજવણી કરી શકે આ માટેની શરૂઆત કરી. સંસ્થાએ જેલમાં પરમાત્માની પધરામણી કરાવી પર્યુષણ પર્વની તમામ ક્રિયાઓ બંદીવાન કરી શકે એ માટે ઉલ્લાસભેર શરૂઆત કરાવી.

જેલ તંત્રનો સહયોગ

ખૂબ જ હર્ષની લાગણી થાય છે કે જેલની અંદર પણ આ ધાર્મિક ક્રિયા બંદીવાનો કરી રહ્યા છે. જેલની અંદર પર્યુષણ પર્વ બંદીવાનો ઉજવી કરી રહ્યા છે અને આમ પ્રકારની ધાર્મિક ક્રિયાઓ ઉલ્લાભેર તેઓ કરી રહ્યા છે. ધાર્મિક પ્રક્રિયાથી તેઓ પોતાના જીવનમાં બદલાવ લાવી શકશે. તેમને અનુભવ થશે કે તેઓએ જે કાર્ય કર્યું છે તે ખોટું છે. પરમાત્માની સામે જ્યારે તેઓ ધાર્મિક ક્રિયા કરશે ત્યારે તેમની અંદર ઘણો બદલાવ પણ જોઈ શકાશે...ધરેન્દ્ર ભાઈ ( ટ્રસ્ટી, અરુણા ટ્રસ્ટ )

જેલર દ્વારા સહયોગ:જેલ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી પરવાનગી જેલની અંદર સવારે બંદીવાનો પ્રતિક્રમણ, અષ્ઠપ્રકારી પૂજા, વાંચના અને સાંજનું દેવસી પ્રતિક્રમણ તેમજ સાધાર્મિકોની અનુકૂળતા મુજબ નવકારશી, અષ્ટ પ્રકારી પૂજા, એકાસણું, ચૌવિહાર આદિ કરવા માટે તમામ પ્રબંધ જેલની અંદર કરવામાં આવ્યા છે અને તેનો લાભ જૈન મંદિર લઈ પણ રહ્યા છે. આ માટે જૈન સંઘો અને શ્રાવકોનું આર્થિક પીઠબળ પણ આ ભગીરથ કાર્યને મળી શક્યું છે. જેલની અંદર આ પર્વ બંદીવાનો ઉજવી શકે આ માટે લાજપોર જેલના જેલર દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યા હતાં.

  1. Parvadhiraj Paryushan : પર્વાધિરાજ પર્યુષણને લઈને જૂનાગઢમાં યોજાયું વિશેષ પ્રદર્શન
  2. કચ્છમાં યોજાશે 8 દિવસીય ક્ષમાપના ઉત્સવ, પર્યુષણ મહાપર્વ પર લાખો લોકો કરશે સાધના
  3. પર્યુષણ દરમિયાન અમદાવાદમાં કતલખાના બંધ કરવાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવાઈ

ABOUT THE AUTHOR

...view details