- વિકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે
- અન્ય ગામને પણ અમલ કરવા અનુરોધ
- 7થી 2 કલાક સુધી જ બજાર ખુલ્લી રહેશે
સુરતઃજિલ્લાના પલસાણા અને કામરેજ તાલુકાના કુલ 13 ગામમાં 23થી 30 એપ્રિલ સુધી આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત શનિવાર અને રવિવારના રોજ સંપૂર્ણ વિકેન્ડ લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની અપીલ કામરેજ SDM(સબ ડિવિઝનલ મેેજેસ્ટ્રેટ) દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃમોરબીના પાનેલી ગામમાં આંશિક લોકડાઉન
સંક્રમણ વધતાં આંશિક લોકડાઉનનો નિર્ણય
સુરત શહેરની સાથે જિલ્લામાં વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકડાઉન જ એક અંતિમ ઉપાય જણાઇ રહ્યો છે. ઘણી જગ્યાએ લોકો સ્વૈચ્છિક લોકડાઉન અપનાવી રહ્યા છે. કેટલીક જગ્યાએ વહીવટી તંત્ર દ્વારા બજાર બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. સુરત જિલ્લાના કામરેજ પ્રાંત દ્વારા પણ શુક્રવારથી એટલે કે 23થી 30મી એપ્રિલ સુધી આંશિક લોકડાઉન કરવા માટે કામરેજ તાલુકાના 7 અને પલસાણા તાલુકાના 6 ગામ અને એક નગરપાલિકાને જાહેર અપીલ કરી છે. આ સમયગાળા દરમિયાન સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા જણાવાયું છે. ત્યારબાદ આવશ્યક સેવાઓ સિવાયના તમામ જાહેર બજાર બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
શનિ અને રવિવારના રોજ સંપૂર્ણ લોકડાઉન