કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે સુરત આવેલા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓના પગ નીચેથી જમીન સરકી રહી છે. તેઓ સત્તાના મદમાં ભાન ભૂલી ગયા છે અને પોતાના મૂળભૂત સંસ્કાર મુજબ શબ્દ પ્રયોગ કરી રહ્યા છે. તેઓ વિરોધીઓને પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સત્યને છુપાવવાનો પ્રયાસ કરે છે.
વાઘાણીએ વાપરેલા શબ્દો એ ભાજપનું નિમ્ન કક્ષાનું રાજકારણ છે: ધાનાણી - jitu vagani
સુરત : ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરત ખાતે કોંગ્રેસીઓ પર 'હરામજાદા' જેવો શબ્દ વાપરીને વિવાદિત નિવેદન આપ્યું હતું, જેને લઈ કોંગ્રેસમાં ભારે રોષ છે. સુરતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા વિરોધ પક્ષ નેતા પરેશ ધનાનીએ જીતુ વાઘાણી ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના વિવાદિત નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ભાજપના નેતાઓ હાર પારખી ગયા છે. તેમના પગ તળેથી જમીન ખસી ગઇ છે. તેમની નિમ્ન સ્તરની વિચારસરણી સામે આવી છે. તેઓ સત્તાના મદમાં ભાન ભૂલ્યા છે.
ફાઈલ ફોટો
ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જીતુભાઈ દ્વારા વપરાયેલા શબ્દો એ ભાજપનું નિમ્ન કક્ષાનું રાજકારણ છે. આ ભાજપ દ્વારા આપેલા સંસ્કારોના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે જાહેરમાં પ્રગટ કરી રહ્યા છે. મને લાગે છે કે, ભાજપના નેતાઓનો વાણી વિલાસ એ હારની સ્વીકૃતિ છે.