ગુજરાત

gujarat

ETV Bharat / state

સગા ભાઈને ફસાવવા માતા-પિતાએ પુત્રનું અપહરણનું નાટક રચ્યું - Gujarat News

સુરત પાંડેસરા વિસ્તારમાં માતા-પિતાએ 10 વર્ષના પુત્રનું અપહરણનું નાટક રચ્યું હતું. માતાએ ઘર પાસેથી 10 વર્ષના બાળકનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરતા પિતાની પૂછપરછમાં સમગ્ર મામલે ખુલાસો થયો હતો જમીનના ઝઘડામાં ભાઈને ફસાવવા પિતાએ પૂત્રનું અપહરણનું નાટક રચ્યું હતું.

સગા ભાઈને ફસાવવા માતા-પિતાએ પુત્રનું અપહરણનું નાટક રચ્યું
સગા ભાઈને ફસાવવા માતા-પિતાએ પુત્રનું અપહરણનું નાટક રચ્યું

By

Published : Aug 8, 2021, 2:29 PM IST

  • માતા-પિતાએ 10 વર્ષના પુત્રના અપહરણનું નાટક રચ્યું
  • ગુમ થયેલા બાળકને શોધી કાઢવા પાંડેસરા પોલીસની ટીમ કામે લાગી
  • ભાઈને ફસાવી દેવા અપહરણનું કાવતરું રચ્યું

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગોકુલધામ સોસાયટી ખાતે ઘર પાસે રમી રહેલા 10 વર્ષના બાળકનું અપહરણ થયાની ફરિયાદ માતા સીમાદેવી ચંદનસિંગે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં બાળકના પિતા ચંદનસિંગએ જમીનના ઝઘડામાં સગા ભાઈને ફસાવી દેવા અપહરણનું કાવતરું રચ્યું હતું.

પાંડેસરા પોલીસની ટીમ કામે લાગી

ગુમ થયેલા બાળકને શોધી કાઢવા પાંડેસરા પોલીસની ટીમ કામે લાગી હતી. દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીએ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ગુમ થનારા બાળકને ટેકનિકલ તેમજ હ્યુમન સોસિર્સ મારફતે શોધવા અલગ-અલગ ટીમો કાર્યવાહી હાથ ધરી હતી.

જમીનના ઝઘડામાં ભાઈને ફસાવવા પિતાએ પૂત્રનું અપહરણનું નાટક રચ્યું

પોલીસે તપાસ દરમિયાન બાળકના પિતા ચંદનસિંગ પર શંકા જતા તેની પૂછપરછ હાથ ધરી હતી, પૂછપરછમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો બાળકના પિતા ચંદનસિંહ તેના ભાઈ લવકુશ સાથે મૂળ વતન બિહાર ખાતે જમીનને લઈને ઝઘડો ચાલે છે તેના ભાઈ લવકુશને ફસાવી દેવા માટે તેણે તથા તેની પત્ની સીમાદેવી એ પોતાના દસ વર્ષ બાળક દિપકનું અપરણ કરાયો હોવાનું કાવતરું રચ્યું હતું. પોતાની સાથે કામ કરતી શહેરના લીંબયાત આવેલા ત્રિકમ નગરમાં રહેતી મહિલા જ્યોતિ વિલાસ ખડસે ના ઘરે એક દિવસ માટે પુત્રને મોકલી આપ્યો હતો અને ત્યાર બાદ માતા સીમાદેવીએ પુત્ર દિપક ઘર પાસે રમી રહ્યો હોય તે દરમિયાન અપહરણ થયું હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકે નોંધાવી હતી.

પોલીસે માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોલીસે કરેલી પૂછપરછમાં સમગ્ર મામલે ખુલાસો થતા પિતાએ પોતાના સગા ભાઈને જમીનના ઝઘડામાં ફસાવા પુત્રનું અપહરણ થયા હોવાનું કાવતરું રચ્યું હતું પાંડેસરા પોલીસે માતાપિતા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ABOUT THE AUTHOR

...view details