ગુજરાત

gujarat

ETV Bharat / state

ફી વધારાના મુદ્દાને લઇ વાલીઓએ સુરત જિલ્લા કલેકટરને કરી રજૂઆત

સુરત : શાળાઓ દ્વારા મનમાની ફીની ઉઘરાણી અને પ્રતિબંધ મુકવા માટે FRC (Fee Regulatory Committee)નું ગઠન કરવામાં આવ્યું હતું. પરંતુ વાલીઓ હાલ FRCથી ખુબ જ રોષે ભરાયેલા છે. એક વર્ષ કરતા પણ વધુ સમય પસાર થવા બાદ પણ FRC દ્વારા શાળાઓની ફી તો નિર્ધારિત કરવામાં આવી છે.પરંતુ વધારામાં લેવાયેલી ફી અત્યાર સુધી વાલીઓને મળી નથી. ત્યારે સંચાલકો દ્વારા લેવાયેલું ડોનેશન પણ અત્યાર સુધી શાળાઓ દ્વારા વાલીઓને પરત કરવામાં આવ્યું નથી. જેથી રોષે ભરાયેલા વાલીઓ સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

ફી વધારાના મુદ્દાને લઇ વાલીઓએ સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરી

By

Published : Nov 25, 2019, 2:58 PM IST


સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પર મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થયા હતા. આ તમામ વાલીઓની માંગ હતી કે FRC દ્વારા નિર્ધારીત કરવામાં આવેલી ફી બાદ પણ અત્યાર સુધી કેટલીક શાળાઓએ વધારામાં લેવાયેલી ફી વાલીઓને પરત કરી નથી એવું જ નહીં અનેક શાળાઓ એડમિશનના સમયે ડોનેશન પણ લીધા હતા, તે પણ અત્યાર સુધી શાળા સંચાલકોએ વાલીઓને આપ્યા નથી.

ફી વધારાના મુદ્દાને લઇ વાલીઓએ સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરી

કેટલીક શાળાઓએ FRCના નીતિનિયમોને ધોળીને પી ગયા છે અને મનમાની કરી રહ્યા છે. જેથી ઉશ્કેરાયેલા વાલીઓનો આરોપ છે કે, FRC અને શાળા સંચાલકોની મિલીભગતના કારણે જ આવી મનમાની થઈ શકે.વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીથી માગ કરી છે કે તેઓ હસ્તક્ષેપ કરી શાળાઓને નિર્દેશ આપે અને વધારામાં લેવાયેલી શાળા ફીસને શાળા સંચાલકો પરત કરે.

ABOUT THE AUTHOR

...view details