સુરતનો પેરા સ્વીમર જેનિશ સારંગે નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જીત્યાં 5 મેડલ સુરત: સુરતના પેરા સ્વિમર જેનિશ સારંગનો હાથ વર્ષ 2009માં લિફ્ટમાં આવી ગયો હતો અને એક 1 મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ જેનિશે તેનું 10મું ધોરણ ભણવાનું છોડી દીધું હતું. જેનિશે 2006થી સ્વિમિંગની શરૂઆત કરી હતી. જોકે જેનિશને 2009માં એક્સિડન્ટ થતા તેણે સ્વિમિંગ કરવાનું છોડી દીધું હતું. ત્યાર બાદ વર્ષ પછી 2013માં કોચ કૃતિકા ભગતે તેને યુટ્યુબ પર પેરા સ્વિમરના ઘણા વિડીયો બતાવીને સ્વીમિંગ માટે પ્રોત્સાહિત કર્યો અને ફરીથી જેનીશે સ્વિમિંગ શરૂ કર્યુ. ત્રણ મહિના ટ્રેનિંગ લઈને જેનિશે તરત નેશનલ રમતમાં ઝંપલાવ્યું અને દેશભરમાં પોતાની અસાધારણ પ્રતિભાનો ડંકો વગાડ્યો.
35 થી પણ વધુ મેડલ જીત્યા: નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જેનિસ સારંગે 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા, ત્યાર થી અત્યાર સુધી તે પેરા સ્વિમર તરીકે પ્રતિયોગીતામાં ભાગ લેતો રહે છે. તેણે નેશનલ પેરા સ્વિમિંગમાં રાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીમાં 35 થી પણ વધુ મેડલ જીત્યા છે. જેમાં 3 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર, તેમજ 7 બ્રોન્ઝ મેડલ સામેલ છે. જેનીશ પેરા સ્વિમર હોવાની સાથે લોકોને સ્વિમિંગ માટે કોચિંગ પણ આપે છે. જેનીશ હવે દેશ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માંગે છે અને દેશનું ગૌરવ વધારવા માંગે છે.
બંને હાથનું જોર એક જ હાથમાં લગાવી દીધું: જેનિશ સારંગે જણાવ્યું હતું કે, મારો ગુમાવેલો કોન્ફિડન્સ ત્યારે પાછો આવ્યો જ્યારે મારા કોચે મને પેરા સ્વિમરના વીડિયો યુટ્યુબ ઉપર બતાવ્યા. ત્યારબાદ મે તરત નેશનલમાં 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા. એ પછી જ મને લાગ્યું કે હું સ્વિમિંગ કરી શકીશ. મારો કોન્ફિડન્સ વધ્યો અને મે મારા બંને હાથનું જોર એક જ હાથમાં લગાવી દીધું અને મારું પર્ફોમન્સ વધ્યું.
જેનિશની જબરદસ્ત સિદ્ધી
- નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ (આસામ), 2022માં 2 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ
- નેશનલ પાર સ્વિમિંગ ચેમ્પિયનશિપ (ઉદયપુર),2021-22 1 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ
- નેશનલ પેનાસોનિક ચેમ્પિયનશિપ (બેંગલોર),2020-21 માં 1 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ
- નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ (ઉદયપુર),2017 માં 1 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ
- નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ (જયપુર),2016-17માં 1 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ
- નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ (બેલાગવી, કરનાટક) 2015માં 1 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ
- સી સ્વિમિંગ ચેમ્પિયનશિપ 7 કિમી, 5 કિમી, 2 કિમી, 1 કિમી.
- Sports Special: ડોક્ટરે કહ્યું,'ક્યારેય ટેબલ ટેનિસ નહીં રમી શકો', 21 વર્ષ બાદ કમબેક કરી 500થી વધુ મેડલ જીત્યા
- એઈડ્સ સામે બાથ ભીડનાર ગરવી ગુજરાતી દક્ષા પટેલ, અપાર સંઘર્ષની જીવતી જાગતી મિશાલ