પ્રાપ્ત વિગતો મુજબ, નાનીફળીગામના ખેડૂત સુરેશભાઈ ગામીતના વાડામાં છેલ્લા દસ દિવસથી દીપડી આંટાફેરા કરી પંદર જેટલી મરઘીઓનો શિકાર કર્યો હતો. આ બાબતે ખેડૂતે માંગરોળ સામાજિક વનીકરણની કચેરીને લેખિત જાણ કરતા વન વિભાગ દ્વારા પાંજરુ ગોઠવાયું હતું.
આતંક મચાવનાર દીપડી પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ - Today news of mangrol
સુરત: માંગરોળ તાલુકાના નાનીફળી ગામે છેલ્લા દશ દિવસથી મરઘાનો શિકાર કરવા આવતી દીપડી પાંજરે પુરાઈ હતી. વન વિભાગે દીપડીને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરી હતી.
Etv Bharat
આ પાંજરમાં ગત રોજ રાત્રિના 12 વાગ્યે દીપડી મરઘાનો શિકારની લાલચમાં પુરાઈ હતી. વન વિભાગના અધિકારીઓએ દીપડીનો કબ્જો લઇ માઈક્રો ચિપ લગાવીને જંગલમાં મુક્ત કરી હતી. દીપડી ઝડપાઇ જતાં ગ્રામજનો ભયમુક્ત થયા હતા.