- 8.29 લાખનો મુદ્દામાલ સીલ
- હાઇવે પર અનેક જગ્યાએ બાયો ડીઝલ પંપ ધમધમી રહ્યા છે
- પેટ્રોલ પંપ સંચાલકોની રજૂઆત બાદ થઈ રહી છે કાર્યવાહી
સુરત: બલેશ્વર પાટિયા પાસે ખુલ્લા પ્લોટમાં ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ કરતા પંપ ઉપર મામલતદારની ટીમે રેડ કરી રૂપિયા 8 લાખ 29 હજારનો મુદ્દામાલ સીલ કરતા બાયો ડીઝલ વેચનારાઓમાં ફફડાટ ફેલાયો છે. પેટ્રોલ પંપના માલિકો દ્વારા ઉચ્ચ સ્તરે ગાંધીનગર રજૂઆત કરતા અને આંદોલનનો માર્ગ અપનાવતા રાજ્યભરમાં બિન અધિકૃત બાયો ડીઝલ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આમ છતાં કેટલાક મળતીયા અધિકારીઓની છત્રછાયામાં સમગ્ર રાજ્યમાં બાયો ડીઝલના પંપો બિલાડીની ટોપની જેમ ખુલી રહ્યા છે.
આ પણ વાંચોઃ પોરબંદરઃ જિલ્લા પુરવઠા અધિકારીએ પુરાવા વિનાના બાયો ડીઝલ પંપ સીલ કર્યાં
ટેન્કરની ટાંકી જમીન પર મૂકી થઈ રહ્યું હતું વેચાણ